તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:પાલિકાની ભરતી પરીક્ષા પૂર્વે લેભાગુ તત્ત્વો સક્રિય

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જો કોઈ લાલચ આપે તો પોલીસ કમિશનર કે મ્યુ. કમિશનરને જાણ કરવા પાલિકાની તાકીદ
 • રવિવારે 24 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે

પાલિકાના આરોગ્ય વિભાગની પાંચ જુદી જુદી કેટેગરી માટે રવિવારે પરીક્ષા યોજવાના છે અને તેમાં 24 હજાર જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહેનાર ત્યારે તેમાં પાસ કરાવીને નોકરી અપાવવાની લાલચ આપી નાણાં ઉઘરાવતાં લેભાગુ તત્વો સક્રિય થયા છે અને ઉમેદવારોનો સંપર્ક કરી રહ્યા છે. આ અંગે જો કોઈ જાણકારી હોય તો મ્યુનિસિપલ કમિશનર અથવા પોલીસ કમિશનર જાણ કરવા પાલિકાએ અનુરોધ કર્યો છે.

પાલિકાના આરોગ્ય વિભાગ હેઠળના આરોગ્ય કેન્દ્રો ખાતે મેડિકલ ઓફિસર ,લેબ.ટેકનિશિયન, ફાર્માસિસ્ટ ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પરપઝ હેલ્થ વર્કર ની કુલ 297 જેટલી જગા માટે લેખિત પરીક્ષાનું આયોજન રવિવારે કરવામાં આવ્યું છે. જેના માટે 24 હજાર જેટલા ઉમેદવારો નોંધાયા છે અને તેના માટે 82 સ્કૂલો ખાતે આ પરીક્ષા યોજાનાર છે.રવિવારે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન આ પરીક્ષા યોજાવાની છે.

આ તમામ હોદ્દા કાયમી ધોરણના છે અને તેમાં પરીક્ષામાં પાસ કરાવીને નોકરી અપાવવાના બહાને ઉમેદવારો પાસેથી નાણાં ઉઘરાવવા માટે કેટલાક અસામાજીક તત્વો અને લેભાગુ તત્વો સક્રિય થયા છે. જેથી આવા કોઈ તત્વો કોઈપણ પ્રકારની નોકરી અપાવવાની લાલચ આપે તો તાત્કાલિક પોલીસ અથવા મ્યુનિસિપલ કમિશનરના ધ્યાને લાવવાનો અનુરોધ પાલિકાના વહીવટીતંત્ર દ્વારા કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો