સંતરામપુરમાં માતમ:રાત્રે એકસાથે 4 યુવાનની અંતિમયાત્રા નીકળતાં આખું નગર હીબકે ચઢ્યું, મેલડી માતાનાં દર્શને જતી વખતે અકસ્માત થયો હતો

વડોદરાએક મહિનો પહેલા
ચારેય મૃતક યુવાનની સંતરામપુરમાં અંતિમવિધિ કરાઈ.
  • એક પરિવારના 3 યુવાનનાં મોત થતાં ભોઇ સમાજમાં શોક ફેલાયો

સંતરામપુરના ચાર યુવાન આણંદના મલાતજ ગામે મેલડી માતાજીનાં દર્શન કરવા ઇક્કો કારમાં જતા હતા. એ દરમિયાન મહુધા પંથકના મંગળપુર પાટિયા પાસે અજાણ્યા ટ્રેલરચાલકે ઇક્કો ગાડીને ટક્કર મારતાં એ રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ચાર યુવાનનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. મંગળવારે રાત્રે સંતરામપુરમાં એકસાથે 4 યુવાનની અંતિમયાત્રા નીકળતાં આખું નગર હીબકે ચઢ્યું હતું અને એક પરિવારના 3 યુવાનનાં મોત થતાં ભોઇ સમાજમાં શોક ફેલાઇ ગયો છે.

અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયાં
અકસ્માતમાં ભોઇ સમાજના અને એક જ પરિવારના 3 યુવાનો મોત થતાં ભોઈ પરિવાર પર વિટંબણાઓનો પહાડ તૂટી પડ્યો છે. તેમનાં પરિવારજનો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચતાં વાતાવરણ રોકકડથી દ્રવી ઊઠ્યું હતું. આ કાળનો કેવો સંયોગ કહેવાય કે, મંગળવારના દિવસે મેલડી માતાજીના મંદિરે મંગળવાર ભરવા જતાં 4 મૃતક યુવાનોની કારને મંગળપુર પાટિયા પાસે જ અકસ્માત સર્જાયો હતો. જ્યારે મોડી સાંજે મૃતક ચાર યુવકોના મૃતદેહ લવાતા વાતાવરણમાં ગમગીની છવાઇ હતી. એક સાથે 4 યુવકોની અંતિમયાત્રા નીકળતાં ગામ હીબકે ચઢ્યું હતું. તથા અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયાં હતાં.

સંતરામપુરમાં એકસાથે 4 યુવાનની અંતિમયાત્રા નીકળતાં આખું નગર હીબકે ચઢ્યું હતું.
સંતરામપુરમાં એકસાથે 4 યુવાનની અંતિમયાત્રા નીકળતાં આખું નગર હીબકે ચઢ્યું હતું.

એક મૃતક યુવાન પહેલી વખત દર્શન કરવા ગયો હતો
સંતરામપુરના રાજુભાઈ સનાભાઇ ભોઇ મંગળવારે મેલડી માતાનાં દર્શન જતા હતા. ત્યાર છેલ્લા 6 મહિનાથી સુરેશભાઈ અંબાલાલ ભોઈ અને સંજયભાઈ દીપાભાઇ ભાઇ પણ દર મંગળવારે મેલડી માતાના દર્શન માટે મહિનામાં ચારથી પાંચ વાર દર્શન કરવા જતા હતા. ઇક્કો કારમાં રાજુભાઇ, સંજયભાઇ તથા સુરેશભાઇ મંગળવારે માતાનાં દર્શન કરવા જતા હતા. તેમની સાથે પ્રથમવાર તેમનો મિત્ર સંજયભાઈ બારિયા ગયો હતો. આમ, પ્રથમવાર ગયેલા સંજય બારિયા સહિત એક જ પરિવારના 3 ભોઇ સમાજના સભ્યોના અકસ્માતમાં મોતથી સંતરામપુરમાં માતમ છવાઇ ગયો હતો.

એક પરિવારના 3 યુવાનનાં મોત થતાં ભોઇ સમાજમાં શોક ફેલાયો.
એક પરિવારના 3 યુવાનનાં મોત થતાં ભોઇ સમાજમાં શોક ફેલાયો.

બે યુવાન સારવાર હેઠળ
અકસ્માતમાં કારચાલક અને અન્ય એક ઇજાગ્રસ્ત આકાશ અશોકભાઇ દેવડા નડિયાદ સિવિલમાં સારવાર હેઠળ છે. મહુધા પોલીસે ઈજાગ્રસ્ત કારચાલક જિતુભાઇ ભૂલાભાઇ ભોઈની ફરિયાદને આધારે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.

મૃતદેહો ગામમાં લવાતાં પરિવારજનોએ આક્રંદ કર્યું હતું.
મૃતદેહો ગામમાં લવાતાં પરિવારજનોએ આક્રંદ કર્યું હતું.

સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ટ્રેલરચાલકની શોધખોળ
મૃતક સુરેશભાઈ અને સંજયભાઈ પર કુટુંબ પરિવારની જવાબદારી હતી તથા રાજુભાઈ સનાભાઇ ભોઈ ઘરના મુખ્ય વ્યક્તિ તરીકે ઘણી જવાબદારી નિભાવતા હતા. હાલ, સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસ ચાલી રહી છે. ટ્રેલરચાલક ફરાર છે, જેની શોધખોળ CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરાઇ છે.

ચાર યુવાન આણંદના મલાતજ ગામે મેલડી માતાજીનાં દર્શન કરવા ઇક્કો કારમાં જતા હતા.
ચાર યુવાન આણંદના મલાતજ ગામે મેલડી માતાજીનાં દર્શન કરવા ઇક્કો કારમાં જતા હતા.
અન્ય સમાચારો પણ છે...