રહીશોની બેઠકમાં પાણી મુદ્દે આક્રોશ:વેમાલી ગ્રામ પંચાયત રહેવા દો,અમે બોરથી પાણી લઇશું

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં સમાવેશ બાદ સમસ્યા ન ઉકેલાઇ

વેમાલીમાં 2 વર્ષ બાદ પીવાનું પાણી મળશે, તેવી કોર્પોરેટરની જાહેરાત બાદ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગુરુવારે રાત્રે વેમાલીમાં મળેલી ગ્રામજનોની બેઠકમાં ગામને 46 ગામ પાણી પુરવઠા યોજનામાં સમાવવા માગ કરાઈ હતી. વેમાલી માં ગુરુવારે રાતે મળેલી બેઠકમાં ગ્રામજનોએ પાણીની માગ સાથે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

તેઓએ જણાવ્યું હતું કે, સમા પૂનમ નગરની ટાંકીમાંથી પાણી આપવા માટે તેમજ બુસ્ટર બનાવવા અને પાણીનું નેટવર્ક નાખવામાં વર્ષો નીકળી જશે. જેના પગલે હજુ લોકોને પાણી માટે પરેશાની ભોગવવી પડશે. પાલિકા વેમાલી ગામને પરત પંચાયતમાં સોંપી દે અને 46 ગામ પાણી પુરવઠા યોજના મારફતે પાણી આપવાની વ્યવસ્થા કરે તો માત્ર 10 દિવસમાં જ આ સમસ્યાનું નિરાકરણ આવી જાય. જો તંત્ર પાણીની વ્યવસ્થા નહીં કરે તો ચૂંટણી બહિષ્કાર કરાશે.

અન્ય સમાચારો પણ છે...