તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:1 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા દો, પછી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપાર વિકાસ એસો.ની બેઠક : મુંબઈ મેથડ અપનાવવા સરકારને સૂચન કરાશે

વડોદરા સહિત રાજ્યમાં આંશિક લોકડાઉનમાં તંત્રની વ્હાલા-દવલાની નીતિના કારણે વેપારીઓમાં છવાયેલી નારાજગીને જોઈને રવિવારના રોજ વડોદરા વેપાર વિકાસ એસોસિયેશનની બેઠક મળી હતી. આ બેઠકમાં વેપારીઓના આગેવાનો દ્વારા અલગ-અલગ સૂચનો આપવામાં આવ્યાં હતાં. જેમાં મુંબઈની જેમ ગુજરાતમાં પણ બપોરે 1 વાગ્યા સુધી દુકાનો ખોલવામાં આવે અને ત્યારબાદ સંપૂર્ણ લોકડાઉન લદાય તેવું એક સૂચન પણ કરાયું હતું. સરકાર સમક્ષ આ સૂચન વેપાર વિકાસ એસોસિયેશન દ્વારા મૂકાશે.

વેપાર વિકાસ એસોસિયેશનના પરેશ પરીખે જણાવ્યું હતું કે, વિવિધ વિસ્તારોમાંથી અનેક વેપારીઓ રોજેરોજ સોશિયલ મીડિયા મારફતે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. તમામની એક જ માગણી છે કે ફરસાણ, મીઠાઈ, દૂધ જેવી અનેક દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે અન્ય દુકાનના વેપારીઓને બપોરે 1 વાગ્યા સુધી દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવે.

તંત્રના ઓળખીતા વેપારી દુકાન ખુલ્લી રાખતા હોવાના આક્ષેપ
વેપારીઓનો આક્ષેપ છે કે, મુખ્ય ચાર દરવાજા વિસ્તારમાં જ વેપારીઓ આંશિક લોકડાઉનનું પાલન કરી રહ્યાં છે, અન્યત્ર વેપારીઓ અડધાં શટર ખુલ્લાં રાખી અથવા તો પોતાની દુકાનમાં શાકભાજી કે પછી દૂધનું કાઉન્ટર શરૂ કરી તેની આડમાં પાન-બીડી પણ વેચી રહ્યા છે. પાલિકાના અધિકારીઓના ઓળખીતા-માનીતા વેપારીઓ બિન્ધાસ્ત દુકાન ખુલ્લી રાખે છે. તેમને કોઈ દંડ થતો નથી.

અન્ય સમાચારો પણ છે...