તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:SSGની ઓક્સિજન લાઈનમાં લીકેજ, 250 દર્દીની ઘાત ટળી

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરની સયાજી હોસ્પિટલમાં ન્યૂ સર્જિકલ વોર્ડ ખાતે સોમવારે વહેલી સવારે ઓક્સિજન લાઈનમાં લીકેજ થતાં તુરત મરામત કરાઇ હતી. - Divya Bhaskar
શહેરની સયાજી હોસ્પિટલમાં ન્યૂ સર્જિકલ વોર્ડ ખાતે સોમવારે વહેલી સવારે ઓક્સિજન લાઈનમાં લીકેજ થતાં તુરત મરામત કરાઇ હતી.
  • કોરોના વોર્ડની ઇમર્જન્સી લાઈન ચાલુ કરી સપ્લાય ચાલુ રખાયો
  • તાબડતોબ મરામત કરી દેવાતાં નાસિકવાળી થતાં રહી ગઇ

શહેરના સયાજી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરેલા ન્યુ સર્જીકલ વોર્ડમાં જતી ઓક્સિજનની પાઇપ સોમવારે સવારે 7:15 વાગ્યે અચાનક લીકેજ થતા દોડધામ મચી હતી. આ બનાવની જાણ થતાં હોસ્પિટલમાં સ્ટેન્ડબાય ફાયર બ્રિગેડના લાશ્કરો અને હોસ્પિટલ સ્ટાફ દોડી આવતી કામગીરી હાથ ધરતા વોર્ડમાં દાખલ 250 દર્દીઓના માથેથી ઘાત ટળી હતી. ઓક્સિજન લાઈન ચાલુ રાખી સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું જેથી દર્દીઓને મુશ્કેલી ન પડે.

નાસિકમાં ઓક્સિજન લીકેજને પગલે મૃત્યુની ઘટના બાદ ભરૂચમાં હોસ્પિટલ આગને પગલે તાંડવ સર્જાયું હતું ત્યારે સોમવારે શહેરની સૌથી મોટી સયાજી હોસ્પિટલના કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે તે ન્યૂ સર્જીકલ બિલ્ડિંગમાં આવેલી ઓક્સિજનની લાઈન લીકેજ થઈ હતી. સિક્યુરિટી ગાર્ડ દ્વારા તુરંત હોસ્પિટલમાં હયાત લાશ્કરોને જાણ કરાતા દોડી આવ્યા હતા.

તેમને લીકેજ બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પ્રેસર વધારે હોવાને કારણે લીકેજ બંધ થઈ શક્યું નહોતું. લીકેજ પાસે આગ ન લાગે તે માટે સ્ટાફ સ્ટેન્ડબાય કરાયો હતો. તેમજ દાંડિયા બજાર થી વધુ એક ફાયર એન્જિન પણ મોકલવામાં આવ્યું હતું. જો કે સયાજી હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા આ લીકેજનું તાબડતોબ રિપેરિંગ કરી દેવાતા મોટી દુર્ઘટના નિવારી શકાઇ હતી.

SSGના ઓક્સિજન એન્જિનિયરની કુનેહ કામ લાગી

20 મિનિટમાં ઓક્સિજન લાઇન ખાલી કરી 10 મિનિટમાં જ વેલ્ડિંગ
સયાજી હોસ્પિટલમાં બાયોમેડિકલ એન્જિનિયર પાર્થ શાહને ઓક્સિજન એન્જિનિયર તરીકેની ફરજ સોંપાઇ છે. તેઓએ જણાવ્યું હતું કે રાતે કેબલની કામગીરી દરમિયાન ઘસરકો લાગતા રાતે લીકેજ થયું હતું. સૌપ્રથમ લીકેજની તપાસ કરી લીકેજ પર વેલ્ડીંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઇર્મજન્સી લાઈનને ચાલુ કરી મેઈન રાઈઝરમાંથી ઓક્સિજન કાઢતા 20 મિનિટ થઈ હતી અને ત્યારબાદ 10 મિનિટમાં વેલ્ડીંગ કરી દેવાતાં મેઈન રાઈઝરમાં ઓક્સિજન ભરવામાં આવ્યો હતો.ગંભીર ઘટના હતી પરંતુ તેનું તાત્કાલિક સમારકામ કરાતા કોઈ સમસ્યા સર્જાઈ ન હતી.

ગેસનો અવાજ આવતાં નર્સને જાણ કરી
હું સવારે 7. 15 વાગ્યે ન્યૂ સર્જિકલ બિલ્ડીંગ પાછળ જી 1 પાસેથી ફરી રહ્યો હતો. ત્યારે ગેસ નીકળવાનો અવાજ સંભળાયો હતો. હું તપાસ કરતા કરતા દાદર પાસે પહોંચ્યો હતો. ત્યાં ઓક્સિજનની લાઈનમાં લીકેજ નજરે પડતા જ મે જી 1ના સિસ્ટરને જાણ કરી હતી. (લીકેજની જાણ કરનાર સિકયુરીટી ગાર્ડ શૈલેષ માનેના જણાવ્યા અનુસાર)

ઓક્સિજન ડિલર્સ-સપ્લાયર્સને ડો. રાવની તાકીદ, ફોન 24 કલાક ચાલુ રાખો, કટોકટી સર્જાય તો સંપર્ક થઇ શકે
હોસ્પિટલમાં ઓક્સિજનની તંગી ન સર્જાય તે માટે સોમવારે OSD ડો. વિનોદ રાવ અને કલેક્ટર શાલિની અગ્રવાલે 21 ઓક્સિજન ડિલર્સ અને સપ્લાયર સાથે બેઠક યોજી હતી. જેમાં ડો. રાવે જણાવ્યું હતું કે કેટલીકવાર ઓક્સિજનની ડિલિવરીમાં મોડું છે. તેવા સંજોગોમાં જે તે હોસ્પિટલના વપરાશને ધ્યાનમાં રાખી જથ્થો અપાય તે જરૂરી છે. કેટલીકવાર સપ્લાયર અને ડિલર્સ આવા સંજોગોમાં મોબાઈલ બંધ રાખતાં હોય છે. ત્યારે ફોનને 24 કલાક ચાલુ રાખવા જેથી ઓક્સિજનની ઇમર્જન્સી સર્જાય તો તેની વ્યવસ્થા કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો