સમસ્યા:મહેશનગર બુસ્ટર પાસે વરસાદી ચેનલમાં લીકેજ, જામ્બુઆ જકાતનાકા પાસે લીકેજની મરામત કરાઈ

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ વિસ્તારમાં લો પ્રેશરની ફરિયાદ બાદ તપાસ કરાઇ

પૂર્વ વિસ્તારમાં મહેશનગર બુસ્ટર પાસે વરસાદી ચેનલમાં પાણીની નળિકાનું મોટું લીકેજ મળી આવ્યું છે. તેવી જ રીતે જામ્બુઆ જકાતનાકા પાસે વરસાદી કાંસમાં જામ્બુઆ ટાંકીની મુખ્ય લાઇન પણ લીકેજ પાણી પુરવઠાએ કામગીરી શરૂ કરી છે. પૂર્વ વિસ્તારમાં લો પ્રેશરથી પાણીની સમસ્યા છે ત્યારે લીકેજ થવાના કારણે વિસ્તારના પુરવઠાને પણ અસર પહોંચી છે.

ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ- કુબેરેશ્વર માર્ગ પર દેવપુષ્પનગરી સોસાયટી, ગીત ટેનામેન્ટ, શ્રીનાથ કુંજ સોસાયટી, શરણમ રેસીડન્સી, ઓમ વિલા સોસાયટી, રાજેશ્વર સોસાયટી, તીર્થંક ટેનામેન્ટ વિગેરેમાં પાણી ન મળતું હોવા અંગેની ફરીયાદ મળતા પાણી પુરવઠા વિભાગ દ્વારા મહેશનગર બુસ્ટર પાસે વરસાદી ચેનલમાં પાણીની નળિકાનું મોટું લીકેજ શોધ્યું હતું. અને લીકેજ અટકાવાની કામગીરી કરી હતી.

ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં આજ રોજ પાણી મળતુ થયું છે. આ ઉપરાંત જામ્બુઆ જકાતનાકા પાસે વરસાદી કાંસમાં જામ્બુઆ ટાંકીની પાણીની મુખ્ય 450 મીમી ડાયા ડીલીવરી નળિકા લીકેજ હોવાની ફરીયાદ મળતા તાત્કાલિક લીકેજ દુરસ્તી કામગીરી પાણી પુરવઠા વિભાગે શરૂ કરી છે. જોકે ભરઉનાળે એક તરફ પાણીનો કકળાટ છે ત્યારે વિવિધ વિસ્તારોમાં પાણીની લાઇનમાં લીકેજના પગલે નાગરિકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા કિસ્સામાં લીકેજની ફરીયાદો મળ્યા પછી પણ તેનો ઉકેલ લાવવામાં ના આવતા પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...