તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણૂક:અગાઉ ચૂંટણીમાં હારેલા આગેવાનો હવે ચૂંટણી જીતવાની કળા શીખવશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
વડોદરા નગરપાલિકા - Divya Bhaskar
વડોદરા નગરપાલિકા
 • કોંગ્રેસ દ્વારા 6 આગેવાનોની પ્રભારી તરીકે નિમણૂક કરાઇ

પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી 6 આગેવાનોની કોંગ્રેસે પ્રભારી તરીકે નિમણૂક કરી છે અને તેમાં કેટલાક અગાઉ પાલિકાની ચૂંટણી હારી ચુક્યા છે.

76 બેઠક માટે પાલિકાની ચૂંટણી યોજાનાર છે ત્યારે કોંગ્રેસે પણ તેની પૂર્વ તૈયારી માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે જેના ભાગરૂપે 19 વોર્ડના પ્રમુખોની અગાઉ નિમણૂકો કરી દેવામાં આવી હતી અને હવે તો આગેવાનોને પણ ત્રણ-ચાર લેખે જવાબદારી સોંપાઇ છે જેમાં એક આગેવાનને ચાર વૉર્ડ આપવામાં આવ્યા છે .જ્યારે બાકીના પાંચ આગેવાનોને ત્રણ વોર્ડની જવાબદારી પ્રભારી તરીકે આપી છે. શહેર કોંગ્રેસે વોર્ડ નંબર 1 8 અને 9 ની જવાબદારી રાજેશ પટણી ને ,વોર્ડ નંબર 2,3અને 4ની જવાબદારી ડો.સુજાતા મોદીને ,વોર્ડ નંબર 5 ,6 અને 15ની જવાબદારી એલ્ડ્રિન થોમસને, વોર્ડ નંબર 7, 13 અને 14 ની જવાબદારી અમર ઢોમસેને, વોર્ડ નંબર 16,17, 18 અને 19 ની જવાબદારી સાઈ ઢેકાણેને અને વોર્ડ નંબર 10 11 અને 12ની જવાબદારી અશોક ગુપ્તાને આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો