વડોદરા ભાજપના રાજકારણમાં હાંસિયામાં ધકેલાયેલા કેટલાક આગેવાનોને વિધાનસભાની ચૂંટણી પૂર્વે સંગઠનમાં જે તે વિભાગના સંયોજક તરીકે જવાબદારી આપી સાચવી લેવા પ્રયાસ કરાયો છે. વિધાનસભાની મુદત ડિસેમ્બર 2022માં પૂરી થઈ રહી છે. ભાજપના સંગઠનમાં મુખ્ય હોદ્દા આપી દેવાયા છે ત્યારે 30થી વધુ વિભાગો બનાવી દરેક વિભાગમાં 4 સંયોજક મૂકાયા છે. જેમાં ભાજપના કેટલાક પૂર્વ હોદેદારો, પૂર્વ મેયર સહિતના આગેવાનોને જવાબદારી અપાઈ છે.
નીતિવિષયક સંશોધન વિભાગમાં સ્થાયીના પૂર્વ અધ્યક્ષ દિનેશ ચોકસી, સુશાસન તેમજ કેન્દ્ર રાજ્ય સરકારી કાર્યક્રમ સંકલન વિભાગમાં પૂર્વ મેયર ભરત શાહ, રાષ્ટ્રીય મહાસંપર્ક અભિયાનમાં પૂર્વ ડે.મેયર ડો જીવરાજ ચૌહાણ, મીડિયા સંપર્ક વિભાગમાં શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મેહુલ ઝવેરી, જિલ્લા કાર્યાલય નિર્માણમાં પૂર્વ કોર્પોરેટર લલીત રાજ, સહયોગ આપતી રાહત અને સેવા વિભાગમાં પક્ષના પૂર્વ નેતા કેતન બ્રહ્મભટ્ટ, આજીવન સહયોગમાં પૂર્વ પ્રદેશ મહામંત્રી અને પૂર્વ મેયર શબ્દશરણ બ્રહ્મભટ્ટને મૂકાયા છે. નમામિ ગંગે વિભાગમાં ઇન્દ્રજીતસિંહ ચુડાસમા અને સ્વચ્છ ભારત અભિયાન વિભાગમાં લખધીરસિંહ ઝાલાને જવાબદારી સોંપાઈ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.