• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Leader Of Opposition Demand In Vadodara Announces Names Of Shops restaurants And Caterers Caught Selling Adulterated Food In Vadodara In 3 Years

કાર્યવાહીની માગ:'વડોદરામાં 3 વર્ષમાં ભેળસેળવાળો અખાદ્ય પ્રદાર્થ વેચતા પકડાયેલી દુકાનો-રેસ્ટોરાં અને કેટરર્સના નામ પાલિકાની વેબસાઇટ પર જાહેર કરો' પાલિકાના વિપક્ષના નેતા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેરની વસ્તીના પ્રમાણમાં કોર્પોરેશનમાં સ્ટાફ અપૂરતો છે(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
વડોદરા શહેરની વસ્તીના પ્રમાણમાં કોર્પોરેશનમાં સ્ટાફ અપૂરતો છે(પ્રતિકાત્મક તસવીર)
  • 10 વર્ષમાં સડેલો માલ વેચનારા ભેળસેળીયામાંથી એકપણને સજા થઇ નથીઃ અમી રાવત

તહેવારોમાં વડોદરાવાસીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઇ રહ્યા છે. વડોદરામાં સડેલા, બગડેલા,ભેળસેળવાળા ખરાબ ક્વોલિટીના અખાદ્ય પ્રદાર્થ વેચતી હોટેલ-રેસ્ટોરાં અને કેટરર્સ પકડાયેલા છે. તેના નામ પાલિકાની વેબસાઇટ પર મૂકવા વિપક્ષી નેતા અમી રાવતે માગણી કરી છે.

દિવાળી પહેલા નામો જાહેર કરવા માગણી
વિપક્ષી નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, 10 વર્ષમાં સડેલો માલ વેચનારા ભેળસેળીયામાંથી એકપણને સજા થઇ નથી. પરિણામે લોકોને સડેલો માલ આરોગવાનો વખત આવે છે. જેથી છેલ્લા 3 વર્ષના જે દુકાનો, હોટલો અને રેસ્ટોરાં વગેરેના ખાદ્ય ચિજવસ્તુઓના સેમ્પલ ફેઇલ થયા હોય તેવા સંચાલકોના નામ દિવાળી પહેલા જાહેર કરવા માગણી કરી છે.

ફક્ત 8 ફૂડ ઈન્સ્પેકટર ફરજ બજાવી રહ્યા છે
તેમણે જણાવ્યું હતું કે, નિયમ મુજબ વડોદરા શહેરની વસ્તીના પ્રમાણમાં કોર્પોરેશનમાં સ્ટાફ અપૂરતો છે. ગાઈડલાઇન પ્રમાણે 1-લાખની વસ્તીમાં 1-ફૂડ ઈન્સ્પેકટર હોય તેની જગ્યાએ ફક્ત 8 ફૂડ ઈન્સ્પેકટર ફરજ બજાવી રહ્યા છે. 25 વર્ષથી ભાજપ સત્તાધીશોએ કોર્પોરેશનમાં પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી વડોદરાની પ્રજાને બજારમાં વેચાતા સડેલા, બગડેલા,ભેળસેળવાળા નિમ્ન કક્ષાના, ખરાબ ક્વોલિટીના ખોરાક ખવડાવીને પ્રજાના આરોગ્ય સાથે કર્યાં છે.

કયો માલ ખરાબ કે સારો એ નક્કી કરવું મુશ્કેલ છે
વિપક્ષીના નેતા અમી રાવતે ફૂડ સેફટી ડિપાર્ટમેન્ટની વિઝીટ કરીને રૂબરૂમાં માહિતી મેળવી તો તેઓ ચોંકી ઉઠ્યા હતા અને ખૂબ ચિંતિત પણ થયા હતા. દિવાળી સહિતના તહેવારોમાં લોકો બજારમાંથી મીઠાઇ-ફરસાણની ખરીદી કરતા હોય તે સ્વાભાવિક છે. એમાં કયો માલ ખરાબ કે સારો એ નક્કી કરવું મુશ્કેલ છે.

વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા અમી રાવત
વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા અમી રાવત

10 વર્ષમાં ભેળસેળીયામાંથી એકપણને સજા થઇ નથીઃ અમી રાવત
પાલિકાના ફૂડ અને સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં થતી કામગીરીની ચોકાવનારી વિગતો એવી છે કે, છેલ્લા 10 વર્ષમાં અધિકારીઓ દ્વારા સેમપ્લ ફેઇલ થનાર દુકાનદાર સંચાલકો સામે મ્યુનિસિપલ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. પરતું, આશ્ચર્યજનક એ છે કે છેલ્લા 10 વર્ષથી એક પણ ચુકાદો આવ્યો નથી. કોઈને સજા થઈ નથી. જે ભાજપનો 25 વર્ષના શાસનનો ભ્રષ્ટ્રાચારી અને અણઘડ ભ્રષ્ટ વહીવટ પુરવાર થાય છે. તેવો આક્ષેપ વિપક્ષી નેતા શ્રીમતી અમી રાવતે કર્યો છે.

કોર્પોરેશન 200 જેટલા સેમ્પલ લઇ રહ્યું છે
વધુ ચોકાવનારી માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે, પાલિકાએ 10 હજારથી વધારે સેમ્પલ લેવાના હોય. એની જગ્યાએ કોર્પોરેશન 200 જેટલા સેમ્પલ લઇ રહ્યું છે. જે ભાજપનો અણઘડ વહીવટ સાબિત કરે છે.

અન્ય સમાચારો પણ છે...