વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:ગોત્રીમાં ધાબા પર દારૂની મહેફિલ માણતા ચાર શખ્સોને LCBએ ઝડપ્યા

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
દારૂની મહેફિલ માણતા ઝડપાયેલ શખ્સો. - Divya Bhaskar
દારૂની મહેફિલ માણતા ઝડપાયેલ શખ્સો.

શહેરના ગોત્રી વિસ્તારમાં ખંડેર મકાનના ધાબા પર દારૂની મહેફિલ માણતા ચાર શખ્સોએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.

વડોદરાની ઝોન-2 એલ.સી.બી. સ્ક્વોડને બાતમી મળી હતી કે જેતલપુર રોડ અંબિકામિલની ચાલીના એક ખંડેર મકાનના ધાબા પર કેટલાક શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેના આધારે દરોડો પાડતા ઇંગ્લીશ દારૂ પી રહેલા ચાર શખ્સો ત્યાં ઝડપાઇ ગયા હતા. જેઓની ઓળખ સન્ની નારાયણભાઇ માહોર (રહે. અંબિકા મીલની ચાલી, જેતલપુર રોડ, વડોદરા), કૃણાલ ભરતભાઇ આઝાદ (રહે. અંબિકા મીલની ચાલી, જેતલપુર રોડ, વડોદરા), કુમાર ત્યાગરાજ સેટીયાર (રહે. આકાશ દીપ સોસાયટી, સુભાનપુરા, વડોદરા) અને વિનોદ રાજેન્દ્ર મુદલીયાર (રહે. પેરેમાઉન્ટ ચાલ, પ્રતાપનગર, વડોદરા) તરીકે થઇ છે. આરોપીઓ પાસેથી ઇંગ્લિશ દારૂની અડધી બોટલ, મોબાઇલ મળી કુલ 13750નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.