તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:વડોદરા નજીક જરોદ રેફરલ હોસ્પિટલ પાસેથી LCBએ 2.62 લાખના વિદેશી દારૂ સાથે 3 આરોપીની ધરપકડ કરી, એક વોન્ટેડ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે રૂપિયા 2.62 લાખની કિંમતના વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી - Divya Bhaskar
પોલીસે રૂપિયા 2.62 લાખની કિંમતના વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી
  • વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના મેઘવાલના બુટલેગરે મોકલ્યો હતો

વાઘોડિયા તાલુકાના જરોદની રેફરલ હોસ્પિટલ પાસે LCBએ વોચ ગોઠવીને વડોદરામાં લાવવામાં આવી રહેલો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 2.62 લાખની કિંમતના વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

પીકઅપ વાનમાં વિદેશી દારૂનો જથ્થો વડોદરા તરફ આવી રહ્યો છે
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. ડી.બી. વાળાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, LCBના અનાર્મ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઇ ભારસીંગભાઇ, મહેન્દ્રભાઇ ભારતસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ વિજયકુમાર પૂનમભાઇને બાતમી મળી હતી કે, હાલોલ તરફથી એક પીકઅપ વાનમાં વિદેશી દારૂનો જથ્થો વડોદરા તરફ આવી રહ્યો છે. જેના આધારે પી.એસ.આઇ. એમ. એમ. રાઠોડ તથા સ્ટાફે જરોદ રેફરલ હોસ્પિટલ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી.

LCBએ વોચ ગોઠવીને વડોદરામાં લાવવામાં આવી રહેલો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો
LCBએ વોચ ગોઠવીને વડોદરામાં લાવવામાં આવી રહેલો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો

વિદેશી દારૂનો જથ્થો વડોદરામાં ક્યાં આપવાનો હતો તેની તપાસ શરૂ
દરમિયાન હાલોલ તરફથી પીકઅપ વાન આવતા પોલીસે તેને રોકીને પીકઅપ વાનમાં સવાર ત્રણ વ્યક્તિઓની રૂપિયા 2.62 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઝડપાયેલા રાજસ્થાનના ઠંગલા ગામના રહેવાસી નરેશકુમાર કૈલાશચંદ્ર મેઘવાલ, પુષ્કરલાલ શાંતિલાલ મેઘવાલ અને વડોદરા શહેરના અજબડી મીલ પાસે રહેતા સબ્બીરમિંયા સલિમમીયા મલેકની વિદેશી દારૂના જથ્થા અંગે પૂછપરછ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના મેઘવાલના રહેવાસી નીરજ સુથારે ભરાવ્યો હતો. જોકે આ વિદેશી દારૂનો જથ્થો વડોદરામાં ક્યાં આપવાનો હતો, તે અંગેની કોઇ માહિતી પોલીસને મળી નથી.

વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના મેઘવાલના બુટલેગરે મોકલ્યો હતો
વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના મેઘવાલના બુટલેગરે મોકલ્યો હતો

વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી
પોલીસે આ બનાવમાં વિદેશી દારૂના 3120 પાઉચ, રૂપિયા, 3 લાખની કિંમતની પીકઅપ વાન, 6 મોબાઇલ ફોન મળીને કુલ રૂપિયા 5,79,850 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. LCBએ આ બનાવ અંગે ઝડપાયેલા ત્રણ સહિત ચાર આરોપીઓ સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...