તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરીનો ભેદ ઉકેલ્યો:વડોદરામાં લક્ષ્મીપુરા પોલીસે 8.57 લાખ રૂપિયાના ચોરીના મુદ્દામાલ સાથે સિકલીગર ગેંગનો સભ્ય ઝડપી પાડ્યો, બે ચોરીનો ભેદ ઉકેલાયો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી જગસિંગ ઉર્ફે ગાંજો રતનસિંગ ટાંક - Divya Bhaskar
આરોપી જગસિંગ ઉર્ફે ગાંજો રતનસિંગ ટાંક
  • પકડાયેલો મુદ્દામાલ લક્ષ્મીપુરા, ગોરવા અને ગોત્રી પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનાનો હોવાનું બહાર આવ્યું

વડોદરા શહેરની લક્ષ્મીપુરા પોલીસે ચોક્કસ માહિતીના આધારે શહેરમાં ઘરફોડ ચોરી કરી હાહાકાર મચાવનાર સિકલીગર ગેંગના સભ્યને ઝડપી પાડીને 8.57 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને બે ગુનાનો ભેદ ઉકેલી અન્ય 7 ગુનામાં ચોરી થયેલો મુદ્દામાલ રિકવર કર્યો છે.

સિકલીગર ગેંગનો સભ્ય ઝડપી પાડ્યો
વડોદરા શહેર પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર, બી ડિવિઝન તથા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ આર.સી. કાનમીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ લક્ષ્મીપુરા પોલીસ મથકના જવાનો અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે પોલીસે જગસિંગ ઉર્ફે ગાંજો રતનસિંગ ટાંક(રહે, લક્ષ્મીનગર સોસાયટી, લક્ષ્મીપુરા ગામ પાસે, વડોદરા તથા સંગમ સવાદ ક્વાર્ટ્સ, હરણી રોડ, વડોદરા)ને ઝડપી પાડયો હતો.

ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો
પોલીસે તેની પાસેથી મોબાઇલ, બાઈક, 6,53,780 કિંમતના સોનાના દાગીના, 1.200 કિલો વજનના ચાંદીના ઘરેણાં જેની કિંમત રૂપિયા 47000, ચાંદીના વાસણો તથા રોકડા રૂપિયા 92,640 મળીને કુલ 8,57,220 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછતાછમાં ગોત્રી અને લક્ષ્મીપુરા પોલીસ મથકે નોંધાયેલા ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો હતો. આરોપી પાસેથી મળી આવેલો મુદ્દામાલ લક્ષ્મીપુરા, ગોરવા અને ગોત્રી પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનાનો હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...