17 ડિસેમ્બરના રોજ યોજાનારી વડોદરા વકીલ મંડળની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વકીલ મંડળ ઉપર કબજો જમાવવા બે પૂર્વ પ્રમુખો સહિત વિવિધ હોદ્દાઓ ઉપર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોનો પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. કહેવાય છે કે કોર્ટ સંકુલમાં વકીલોને બેસવાની વ્યવસ્થા કરી આપવાનું ગત ચૂંટણીમાં વચન આપી પ્રમુખ બનેલા પ્રમુખના ઉમેદવારને વકીલોની બેસવાનો મુદ્દો જ આ વખતે તેઓની આડે આવે તો નવાઈ નહીં.
હોટલોમાં ડિનર પાર્ટીઓનુ આયોજન
વડોદરા વકીલ મંડળની યોજાનાર ચૂંટણીમાં જીતવા માટે ઉમેદવારો દ્વારા કોર્ટ રોડ સહિત શહેરના વિવિધ મુખ્ય સ્થળો ઉપર વિશાળ હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત ઉમેદવારો દ્વારા વકીલ મતદારોને મનાવવા કોર્ટમાં બપોરના સમયે નાસ્તા પાર્ટીઓનું તેમજ સાંજે હોટલોમાં ડિનર પાર્ટીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વકીલોની બેસવાની વ્યવસ્થાનો મુદ્દો નડે તો નવાઇ નહીં
વડોદરા વકીલ મંડળની યોજાનાર ચૂંટણીમાં 3600 વકીલ મતદારો છે. ગત ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ હસમુખ ભટ્ટે કોર્ટ સંકુલમાં વકીલોને બેસવાની વ્યવસ્થા કરી આપવાનું વચન આપી પ્રમુખ બની ગયા હતા. પરંતુ, તેઓ વકીલોને બેસવાની વ્યવસ્થા કરી શક્યા ન હોવાથી, આ ચૂંટણીમાં વકીલોની બેસવાની વ્યવસ્થાનો મુદ્દો તેઓને નડે તો નવાઇ નહીં. આ ઉપરાંત બંધારણનો મુદ્દો તેમજ વકીલ ફીમાં વધારો કરવા જેવા મુદ્દા આ ચૂંટણીમાં તેઓને તકલીફમાં મુકે તેવી શક્યતાઓ છે.
પૂર્વ પ્રમુખ નલિન પટેલે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોધાવી
બીજી બાજુ ભૂતપૂર્વ પ્રમુખ નલિન પટેલે પણ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોધાવી છે, ત્યારે તેઓ માટે પણ આ વખતની ચૂંટણી જીતવા માટે કપરા ચઢાણ હોવાનું મનાઇ રહ્યું છે. તેઓને તેઓના જ કહેવાતા કેટલાક વકિલો અંદરખાને કસરત કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
18 બેઠકો માટે 53 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે
17 ડિસેમ્બર 021ના રોજ યોજાનાર વકીલ મંડળની પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, લાઇબ્રેરી સેક્રેટરી, 2 એલ.આર અને 10 મેનેજિંગ કમિટીની બેઠકો મળી કુલ 18 બેઠકો માટે 53 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ત્યારે મતદાન કરનાર 3200 મતદારો કોણે પ્રમુખ બનાવશે અને કયા ઉમેદવારને તૂટીને મોકલશે. ત ચૂંટણીની રાત્રેજ ખબર પડી જશે. 17 ડિસેમ્બરના રોજ વકીલ મંડળની યોજાનાર ચૂંટણીને કોર્ટ સંકુલમાં જબરદસ્ત માહોલ જામ્યો છે. કોર્ટની બહારના રોડની બંને સાઇટ ઉમેદવારોના હોર્ડિંગ્સથી ઉભરાઇ ગઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.