તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પોર્ટ્સ:માંજલપુર સ્પોર્ટ્સ સંકુલમાં લોન ટેનિસ શરૂ, સ્વાસ્થ્યપ્રેમીઓની મોટી સંખ્યામાં પૂછપરછ

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાઇટ કર્ફ્યુના કારણે બેચના ટાઇમિંગ્સમાં ફેરફાર કરવામાં આવ્યા
 • સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન થાય માટે ટીમ ગેમ રમાડવામાં આવતી નથી

કોરોનાને ધ્યાનમાં રાખી 17 માર્ચથી 8 મહિના સુધી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બંધ કરવામાં આવ્યું હતું. જેથી નિયમિત પ્રેક્ટિસ કરતા રમતવિરો સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખોલવાની રાહમાં હતા. હાલમાં પાલિકા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સરકારની માર્ગદર્શિકા હેઠળ ટ્રાયલ બેઝ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખોલવામાં આવ્યું છે. જેમાં શરૂઆતના તબક્કે લોન ટેનિસ, રાઈફલ શૂટિંગ અને એથ્લેટિક્સ મળી કુલ 3 રમતોને કોચ વિના શરૂ કરવામાં આવી છે. જેમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સના સભ્યોએ લોન ટેનીસ રમવાનું શરૂ કર્યું છે.

દિવસ દરમિયાન 25થી 30 લોકો રમવા આવે છેે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશનના સિઇઓ રોહન ભણગેએ જણાવ્યું હતું કે, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં હાલમાં ફક્ત સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન થાય તેવી જ ગેમ શરૂ કરવામાં આવી છે. હોકી અને ફુટબોલ જેવી ટીમ ગેમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય નહી તેથી તે ગેમ હજુ શરૂ કરવામાં આવી નથી. હાલમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્સના સભ્યો કે જે 30 થી 35 વર્ષની ઉમરના હોય તેવા 25 થી 30 લોકો અલગ અલગ બેચમાં પ્રેક્ટિસ કરવા આવે છે. નાઇટ કરફ્યુના કારણે સવારે 6:30 થી 7:30ની બેચ રાખાઇ છે. આ ઉપરાંત 7:30 થી 8:30 અને 8:30 થી 9:30 સુધીની બેચ શરૂ કરવામાં આવી છે. હાલમાં લોકો ફિટનેસ પર વધુ ધ્યાન આપે છે તેથી લોન ટેનીસ, એથ્લેટીકસ અને રાઇફલ શુટિંગ માટેની ઇન્ક્વાઇરી પણ શરૂ થઇ છે.

રમતવીરો તેમના સાધન જાતે જ લઇને રમવા આવે છે
ગેટ પર થર્મલ ગનથી લોન ટેનીસ રમવા આવતા સભ્યોનું ટેમ્પરેચર ચેક થાય છે. બેચ પુરી થાય પછી પ્લેઇંગ એરીયા સેનિટાઇઝ કરવામાં આવે છે. લોન ટેનીસ માટે લોકો તેમનું જ રેકેટ લઇને આવે છે.શહેરના બીજા સ્પોર્ટ્સ ખોલવા માટે વિએમસી દ્વારા પરવાનગી અપાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો