શહેરના લેખક અને સ્ટોરી ટેલર ડો. શિતલ નાયરની બુક ‘ધ મિડાસ ટચ’ બેસ્ટ સેલર તરીકે જાહેર થયા બાદ તેમની ‘ધ મોન્ક્સ સીક્રેટ’ પુસ્તક લોન્ચ કરવામાં આવી છે. આ પુસ્તકમાં લેખક ડો. શિતલ નાયર દ્વારા સુખી જીવન જીવવા માટેના પાસાઓ વિશે માહિતી આપવામાં આવી છે. જેમા અનેક આંત્રપ્રેન્યોર, મેનેજમેન્ટ ગુરુ અને મનોચિકિત્સકના જીવન મંત્રો વિશે માહિતી આપવામાં આવી છે.
ડો. શિતલ નાયરે જણાવ્યું હતું કે, આ પુસ્તકમાં વધુ સમય મેળવવા માટે સમયનું ઉત્પાદ કઇ રીતે કરવુ તે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મનુષ્ય ઘણી વાત તેના મગજમાં આવતા નકારાત્મક વિચારોથી દુર થઇ શકતો નથી. પુસ્તકમાં આ વિચારોથી મુક્તી મેળવવા માટેની ટકનીક દર્શાવાઇ છે. સમાજમાં લોકો આગળ વધતા સમયે બીજા વ્યક્તિ સાથે તેમની સરખામણી કરે છે, આ સરખામણીને ભાવનાને કઇ રીતે આધ્યાત્મિકતાથી દુર લઇ જઇ શકાય તે આ પુસ્તકમાં દર્શાવાયું છે. તે સાથે આપણા સ્વભાવને લોકો કઇ રીતે પસંદ કરે તે વાત પણ આ પુસ્તકમાં સમાવવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.