તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:વડોદરામાં ‘હું પણ છું કોરોના વોરિયર્સ’ અભિયાનનો પ્રારંભ, વ્યાપક જાગૃતિ ઊભી કરવા આયોજન

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 22 મેએ વડીલોનું સન્માન કરતી સેલ્ફી પોસ્ટ કરવા કલેક્ટરનો અનુરોધ

કોરોના સામેની લડાઈમાં લોકોને કોરોના વોરિયરની ભૂમિકા નિભાવવા મુખ્યમંત્રી દ્વારા અપીલ કરાઈ છે. જેના પગલે રાજ્ય સરકારે હું પણ છું કોરોના વોરિયર્સ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સથી ક્રિકેટર ઈરફાન પઠાણ, શિક્ષણવિદ તેજલ અમીન, શહેર પોલીસ કમિશનર અનુપમ ગહલૌત સહિતના અગ્રણીઓ સાથે સંવાદ કરી અભિયાન અંગે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તેમજ તમામને લડાઈમાં જોડાવવા અપીલ કરી હતી. કલેક્ટર શાલિની અગ્રવાલના જણાવ્યા અનુસાર ગુરુવારે વડોદરામાં અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. કોરોના સામે વ્યાપક જાગૃતિ ઊભી કરવા માટે બાળકો, સગર્ભાઓ અને સિનિયર સિટીઝન માટે વીડિયો ક્લિપ દ્વારા કોરોના સામે શું સાવધાની-તકેદારી અને કાળજી લેવાની છે તેની જાણકારી આપવામાં આવી રહી છે. જ્યારે કલેક્ટરે આ વીડિયો ક્લિપનો સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા નાગરિકોને અપીલ કરી હતી. આ સાથે કલેક્ટરે 22 મેના રોજ વડીલોનું સન્માન કરતાં દાદા-દાદી સાથે સેલ્ફી લઇ સોશિયલ મીડિયા પર મુકવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...