તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:વડોદરાના વારસિયામાં બે મહિના માટે વિનામૂલ્યે કોવિડ વેક્સિન સેન્ટરનો પ્રારંભ, 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ રસીનો ડોઝ લઈ શકશે

વડોદરા3 મહિનો પહેલા
પ્રેમ પ્રકાશ તીર્થધામ અને સમસ્ત સિંધી સમાજ દ્વારા પ્રશંસનીય કાર્ય
  • પ્રેમ પ્રકાશ તીર્થધામ અને સમસ્ત સિંધી સમાજ દ્વારા પ્રશંસનીય કાર્ય હાથ ધરાયુ
  • રસીકરણ માટે 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિને તબીબી સર્ટિફિકેટની જરૂર નહીં રહે

રાજ્યમાં કોરોના બેકાબુ બન્યો છે. ત્યારે રાજ્ય સરકારે ચાર મહાનગરોમાં કેટલાક પ્રતિબંધો લગાવ્યાં છે. તે ઉપરાંત રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી પણ હવે વેગવંતી બનાવવામાં આવી છે. આ દરમિયાન વડોદરામાં પ્રેમ પ્રકાશ તીર્થધામ અને સમસ્ત સિંધી સમાજ દ્વારા પ્રશંસનિય કાર્ય કરવામાં આવ્યું છે. વડોદરાના વરસિયામાં બે મહિના માટે વિનામૂલ્યે કોવિડ વેક્સિન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ સેવાનો લાભ લઈ શકશે.

વિનામૂલ્યે કોવિડ વેક્સિનનો ડોઝ આપશે
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી સંત કવર કોલોનીમાં પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ ધામ સિંધી સમાજ નું આસ્થાનું પ્રતિક છે. પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ તથા સમસ્ત સિંધી સમાજ દ્વારા નિશુલ્ક કોવિડ વેક્સિન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ સેન્ટર બે મહિના સુધી રજીસ્ટ્રેશન થયેલા લોકોને વિનામૂલ્યે કોવિડ વેક્સિનનો ડોઝ આપશે.

સેન્ટર સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી કાર્યરત રહેશે
મુકેશસાંઈ અને સાઈ ચરણદાસના આશીર્વાદથી આ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા શહેરના મેયર કેયુરભાઈ રોકડિયા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વિજયભાઈ શાહ અને મહામંત્રી સુનિલ ભાઈ સોલંકી સહિત સિંધી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોવિડ વેક્સિનના નિશુલ્ક ડોઝ માટે સ્થળ પર જ રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી કાર્યરત રહેશે

60 વર્ષની વ્યક્તિને ડોક્ટરના સર્ટીની જરૂર નથી
રસીકરણ માટે 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિને તબીબી સર્ટિફિકેટની જરૂર નહીં રહે. ફક્ત ઓરિજિનલ આધારકાર્ડ અને મોબાઈલ ફોન લઈ જવાનો રહેશે. જ્યારે 45થી 60 વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિને તબીબી સર્ટિફિકેટ અનિવાર્ય છે અને ઓરીજનલ આધારકાર્ડ તથા મોબાઈલ ફોન લઈ જવાનો રહેશે.