ગોત્રી પોલીસ ઉંઘતી ઝડપાઈ:વડોદરામાં મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ ફ્લેટમાં કે જાહેર રોડ પર? દારૂ-બિયરના માત્ર 33 જ ટીન મળ્યા

વડોદરા12 દિવસ પહેલા
સ્ટેટ મોનીટરીંગ સેલે જાહેર રોડ ઉપર દરોડો પાડીને 33 બિયરના ટીન સાથે ઝડપી પાડેલા બે બુટલેગર.
  • બે બુટલેગરની ધરપકડ, નામચીન લાલુ સિંધી સહિત ચાર વોન્ટેડ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કહેવાતી દારૂની રેલમછેલ રોકવા માટે સ્થાનિક અને સ્ટેટ મોનીટરીંગ સેલ સક્રિય થઈ ગયું છે. મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલે વડોદરાના ગોત્રી વિસ્તારમાં બાતમીના આધારે દરોડો રૂપિયા 1 લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આ ગુનામાં બે બુટલેગરોની ધરપકડ કરી હતી. જ્યારે નામચીન બુટલેગર સહિત 4 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, બુટલેગરો ગોત્રી વિસ્તારના હાઇફાઇ ગણાતા ફ્લેટમાં બિદાસ્ત રીતે દારૂનો ધંધો કરતા હતા. જોકે, સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જાહેર રોડ ઉપરથી દારૂ ઝડપાયો હોવાનું જણાવાયું છે.

પોલીસ તંત્ર કહેવાતી સક્રિય
મળેલી માહિતી પ્રમાણે વિધાનસભાની ચૂંટણીમાં પોલીસ તંત્રની કહેવાતી બાજ નજર હોવા છતાં બુટલેગરો પોતાના નિર્ધારીત સ્થળો સુધી દારૂ લાવવામાં સફળ થઈ રહ્યા છે. જોકે, સ્થાનિક પોલીસ તંત્ર અને સ્ટેટ મોનીટરીંગ સેલ વિધાનસભાની ચૂંટણીમાં દારૂની રેલમછેલ ઓછી થાય તે માટે બાતમી મળતા જ બુટલેગરોની ત્યાં દરોડો પાડી દારૂનો જથ્થો ઝડપી રહી છે. મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલને ગોત્રી બસંલ પાસે, યુનિયન બેંક નજીક રહેતા બુટલગરોની દારૂનો જથ્થો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના પી.એસ.આઇ. એન.બી. ઝાલાએ સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો.

મોડી રાત્રે ગોત્રી વિસ્તારમાંથી દારૂ-બિયર ઝડપાયો.
મોડી રાત્રે ગોત્રી વિસ્તારમાંથી દારૂ-બિયર ઝડપાયો.

ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ
સ્ટેટ મોનીટરીંગ સેલની યાદીમાં જણાવ્યા પ્રમાણે ગોત્રી બંસલ મોલ નજીક યુનિયન બેંક પાસે જાહેરમાં દારૂનું વેચાણ કરનાર કિશન બબલુકુમાર શાહુ અને જીગર ઉર્ફ રાહુલ બુધલાભાઇ સંગાનાને રૂપિયા 1,14,950 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે મુદ્દામાલમાં દારૂનો જથ્થો, બે મોબાઇલ ફોન, બે ટુ વ્હિલર અને રોકડા રૂપિયા 21100 કબજે કર્યો હતો. પોલીસે આ ગુનામાં પિયુષ ઉર્ફ લખન મનોજ ભાવસાર, સરોજબહેન ઉર્ફ નાની સુરેશ ઠક્કર, લાલુ સિંધી વારસીયાવાળો અને લાલુ સિંધી વારસીયા વાળાના માણસને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલે આ બનાવ અંગેની ફરિયાદ ગોત્રી પોલીસ મથકમાં નોંધાવી છે.

SMC કહે છે કે, જાહેર રોડ ઉપરથી દારૂ પકડાયો.
SMC કહે છે કે, જાહેર રોડ ઉપરથી દારૂ પકડાયો.

33 ક્વાટરીયા-બિયરનો જથ્થો મળ્યો
ગોત્રી પોલીસે સ્ટેટ મોનીટરીંગ સેલની ફરિયાદના આધારે ઝડપાયેલા બે બુટલેગરો અને નામચીન બુટલેગર લાલુ સિંધી અને મહિલા બુટલેગર સહિત ચારને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલે ગોત્રી બંસલ મોલ પાસે યુનિયન બેંક પાસે જાહેરમાં ચાલતા દારૂના અડ્ડા ઉપર દરોડો પાડતા વિસ્તારમાં ચકચાર જગાવી મુકી હતી. જોકે, પોલીસે પોલીસે ભારતીય બનાવટના રૂપિયા 3850ની કિંમતના દારુના ક્વાટરીયા અને બિયરના 33 ક્વાટરીયા જ હાથ લાગ્યા હતા.

પોલીસની ગાડી ફ્લેટના કમ્પાઉન્ડમાં શું કરતી હતી ?
પોલીસની ગાડી ફ્લેટના કમ્પાઉન્ડમાં શું કરતી હતી ?

ગોત્રી પોલીસને કેમ જાણ ન થઇ ?
નોંધનીય બાબત એ છે કે, સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગોત્રી બંસલ મોલ યુનિયન બેંક પાસે જાહેર રોડ ઉપર ચાલતા દારુના અડ્ડા ઉપર દરોડો પાડી મુદ્દામાલ ઝડપી પાડ્યો હોવાનું જણાવાયું છે. ત્યારે સવાલ એ છે કે, ગોત્રી પોલીસને જાહેર રોડ ઉપર ચાલતા આ દારૂના અડ્ડાની જાણ કેમ ન થઇ ? કે પછી ગોત્રી પોલીસને જાણ હોવા છતાં, પોલીસ કોઇ કાર્યવાહી કરવા માંગતી ન હતી ? જોકે, એવી પણ ચર્ચા છે કે, સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આ દારુનો જથ્થો જાહેર માર્ગ ઉપરથી નહીં પરંતુ, બંસલ મોલ પાસે આવેલા હાઇફાઇ ફ્લેટમાં દરોડો પાડીને ઝડપી પાડ્યો હતો. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કયા કારણોસર જગ્યા બદલવામાં આવી તે ચર્ચાનો વિષય બન્યો છે.

અનેક વણ ઉકલ્યા સવાલ
એવી પણ ચર્ચા છે કે, આ ગુનામાં વોન્ટેડ વારસીયાના નામચીન બુટલેગર લાલુ સિંધીને બતાવાયો છે. તો શું લાલુ સિંધી જાહેર રોડ ઉપર દારુનો ધંધો કરે છે કે કરાવે છે. તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલેને માત્ર રૂપિયા 3850ની કિંમતનોજ મુદ્દામાલ મળ્યો છે તે પણ શંકા ઉપજાવી રહ્યો છે. મોડી રાત્રે બંસલ મોલ પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ઝડપી પાડેલા દારૂના જથ્થાએ પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...