તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુંગર પર દવ ફાટી નીકળ્યો:પાવાગઢ ડુંગર પર મોડી રાત સુધી આગની જ્વાળાઓ જોવા મળી, લોકોએ વીડિયો ઉતારીને વાઈરલ કર્યાં

વડોદરાએક મહિનો પહેલા
ગુપ્તેશ્વર મહાદેવના ધોધ નજીક જંગલમાં અચાનક આગનો દવ પ્રસરી જતાં આગની જવાળાઓ દૂર-દૂર સુધી દેખાઇ
  • પાવાગઢ ડુંગર પર લાગેલી આગનું કારણ બહાર આવ્યું નથી

પાવાગઢ ડુંગર પર સોમવારે સાંજે ગુપ્તેશ્વર મહાદેવના ધોધ નજીક જંગલમાં અચાનક આગનો દવ પ્રસરી જતાં આગની જવાળાઓ દૂર-દૂર સુધી દેખાઇ હતી. પાવાગઢ ડુંગરમાં જંગલ સળગ્યું હોય તેવા સોશિયલ મીડિયામાં મેસેજ વાઇરલ થતાં લોકો પાવગઢ શહેરી ગેટ પાસે આવેલા પાતાળ તળાવના કિનારા પર આગ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આગની ઘટનાના વીડિયો ઉતારીને લોકોએ વાઇરલ કર્યાં હતા.

અફરાતફરી થવા છતાં સ્થાનિક ફોરેસ્ટ વિભાગે ગંભીરતા ન દાખવી
ભારે પવનને કારણે આગ ઝડપથી જંગલમાં ફેલાઈ ગઇ હતી અને અફરાતફરી થવા છતાં સ્થાનિક ફોરેસ્ટ વિભાગે આગની ઘટનાની ગંભીરતા ન દાખવતા આગની જવાળાઓ મોડી રાત સુધી સળગતી દેખાઈ હતી. પાવાગઢના જંગલોમાં છાશવારે દવની આગ લાગવાની ઘટનાઓ બને છે. કેટલીક વખત આગ બુઝાવવા 4થી 5 દિવસો જેટલો સમય લાગી જાય છે.

આગની ઘટનાના વીડિયો ઉતારીને લોકોએ વાઇરલ કર્યાં હતા
આગની ઘટનાના વીડિયો ઉતારીને લોકોએ વાઇરલ કર્યાં હતા

આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી
આગ લાગવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. માન્યતા મુજબ કેટલાક સમુદાયના લોકો બાધા માનતા પુરી થતા ડુંગરમાં આગ ચાપે છે, તેમાં પણ કેટલીક વખત મોટી આગની ઘટના બને છે.

પાવાગઢ ડુંગર પર મોડી રાત સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી
પાવાગઢ ડુંગર પર મોડી રાત સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી

(અહેવાલઃ મક્સુદ મલિક, હાલોલ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો