વિવાદ:દૂધવાળા મહોલ્લા પાસે મોડી રાત્રે મારામારી થતાં તંગદીલી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સંવેદનશીલ વિસ્તાર દૂધવાળા મહોલ્લા પાસે મોડી રાત્રે કાર-બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં મારામારી થઇ હતી, જેને પગલે લોકટોળાં વળ્યાં હતાં. - Divya Bhaskar
સંવેદનશીલ વિસ્તાર દૂધવાળા મહોલ્લા પાસે મોડી રાત્રે કાર-બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં મારામારી થઇ હતી, જેને પગલે લોકટોળાં વળ્યાં હતાં.
  • કાર-ટુ વ્હીલરનો અકસ્માત થતાં ચાલકો જાહેરમાં બાખડ્યા
  • માહોલ બગડે​​​​​​​ તે પહેલાં પોલીસે ટોળાં વિખેરી સ્થિતિ સંભાળી

શહેરના સિટી વિસ્તારમાં આવેલા ન્યાયમંદિર પાસેના દુધવાળા મહોલ્લા ખાતે શનિવારે રાત્રે સવા દસ વાગ્યાની આસપાસ કાર અને ટુવ્હિલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંને ચાલક વચ્ચે બોલાચાલી બાદ છુટ્ટાહાથની મારામારી થતા વાતાવરણ તંગ બની ગયું હતું.

સંવેદનશીલ વિસ્તારમાં લોકોના ટોળા ભેગા થયા હોવાનો મેસેજ મળતાં જ પોલીસ તાબડતોબ સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ટોળાને વિખેરી દિધું હતું. આ ઘટના બાદ કાર ચાલક કાર સ્થળ પર જ કાર મુકી જતો રહ્યો હતો.દુધવાળો મહોલ્લો શહેરના સંવેદનશીલ વિસ્તારમાં આવે છે. જ્યાં અનેક વખત તોફાનો પણ થઈ ચુક્યાં છે. તેવામાં સામાન્ય અકસ્માતમાં મારામારી બાદ ટોળુ ભેગુ થઈ જવાની ઘટનાએ પોલીસને પણ દોડતી કરી દિધી હતી. રોડ પર જ મારામારીના દ્રશ્યો સર્જાયા હતાં. આ ઘટના મોટું સ્વરૂપ પકડે તે પહેલા જ પોલીસે બાજી સંભાળી લીધી હતી. જ્યારે મોડી રાત સુધી પોલીસે આ ઘટના બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...