• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Last Year, The Sound Of Footsteps Falling On Navratri Was So Deafening, This Year, Wherever You Look, Only Devotees, 1 Million People Visited.

પાવાગઢથી ગ્રાઉન્ડ રિપોર્ટ:ગત વર્ષે નવરાત્રિમાં પગથિયા સોય પડે તોય અવાજ આવે એવો સૂનકાર હતો, આ વર્ષે જ્યાં જુઓ ત્યાં ભક્તો જ ભક્તો, 10 લાખ લોકોએ દર્શન કર્યાં

હાલોલ14 દિવસ પહેલા
  • આ વર્ષે નવરાત્રિમાં માત્ર 8 દિવસ હોવા છતાં રેકોર્ડ બ્રેક લોકો મહાકાળીના દર્શને પહોંચ્યા હતા
  • દર વર્ષે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત દેશભરમાંથી ભક્તો માતાનાં દર્શને આવે છે

દેશભરમાં કોરોના મહામારીને પગલે 51 શક્તિપીઠ પૈકી એક પાવાગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાનું સ્થાનક ગત આસો નવરાત્રિમાં બંધ રાખવામાં આવ્યું હતું ઇતિહાસમાં પહેલીવાર આસો નવરાત્રિમાં પાવાગઢ મંદિર બંધ રહ્યું હતું અને માતાનું સ્થાનક સૂમસામ ભાસી રહ્યું હતું. જોકે, આ વર્ષે આસો નવરાત્રિમાં દર્શન માટેની છૂટ મળતા નવરાત્રિના 8 દિવસમાં 10 લાખથી વધુ ભક્તોએ માતાના દર્શન કર્યાં છે.

પાવાગઢ ડુંગર પર કીડિયારું ઊભરાયું
દર વર્ષે આસો નવરાત્રિમાં મહાકાળી માતાના દર્શન માટે પાવાગઢ ડુંગર પર કીડિયારું ઊભરાય છે. આસો નવરાત્રિ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત દેશભરમાંથી 10 લાખ જેટલા ભક્તો માતાનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. નવરાત્રિમાં શક્તિપીઠ પાવાગઢમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. 8 દિવસમાં 10 લાખથી વધુ ભક્તોએ મહાકાળી માતાના દર્શન કર્યાં છે અને દર્શન માટે સતત ભક્તોનો ધસારો વધી રહ્યો છે.

મહાકાળી માતાના દર્શનની છૂટ આપવામાં આવતા પાવાગઢમાં આ વર્ષે કીડિયારું ઉભરાયું છે
મહાકાળી માતાના દર્શનની છૂટ આપવામાં આવતા પાવાગઢમાં આ વર્ષે કીડિયારું ઉભરાયું છે

ગત વર્ષે મંદિર સૂમસામ હતું, આ વર્ષે માનવ મહેરામણ ઉમટ્યું
કોરોના મહામારી દરમિયાન ગત વર્ષે આસો નવરાત્રિમાં મહાકાળી માતાના દર્શન માટે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. જેથી પાવાગઢ મંદિર સૂમસામ હતું. જોકે, આ વર્ષે માતાના દર્શનની છૂટ આપવામાં આવતા પાવાગઢમાં આ વર્ષે કીડિયારું ઉભરાયું છે અને જ્યાં જુઓ ત્યાં ભક્તો જ ભક્તો જોવા મળી રહ્યા છે.

પાવાગઢમાં જ્યાં જુઓ ત્યાં ભક્તો જ ભક્તો જોવા મળી રહ્યા છે
પાવાગઢમાં જ્યાં જુઓ ત્યાં ભક્તો જ ભક્તો જોવા મળી રહ્યા છે

800 પોલીસકર્મી અને અધિકારીઓનો ફાફલો તૈનાત
આસો નવરાત્રિમાં 800 જેટલા પોલીસકર્મીઓ અને અધિકારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે, ભક્તોની ભીડને લઇને ચાંપતી નજર રાખે છે. પાવાગઢમાં આસો નવરાત્રિના ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. ત્યારે પાવાગઢ ડુંગર ઝળહળતી રોશનીથી સુંદર દેખાતો હતો. યાત્રાળુઓ અને સહેલાણીઓ મોટી સંખ્યામાં આવે અને આસપાસના નાનામોટા વેપારીઓને રોજી રોટીની વધુ તકો મળે માટે તંત્રે કમર કસી છે.

નવરાત્રિમાં 800 જેટલા પોલીસકર્મીઓ અને અધિકારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે
નવરાત્રિમાં 800 જેટલા પોલીસકર્મીઓ અને અધિકારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે

રાત્રે મા મહાકાળીને 1100 દિવડાની આરતી કરાઇ
પાવાગઢમાં બુધવારે આઠમને લઈ વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભક્તોના દર્શન માટે રાત્રે 3 વાગે મંદિરના નિજ દ્વાર ખુલ્લા કરી દેવાયા હતા. મોડી સાંજ સુધી 2 લાખ જેટલા ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવી પોતાની જાતને ધન્યતા અનુભવી હતી. જ્યારે રાત્રે મા મહાકાળીને 1100 દિવડાની આરતી કરવામાં આવી હતી. ભાતીગળ વેશ ધરી દિવડા માથે મુકી મહિલાઓએ તો અન્ય ઉપસ્થિત લોકોએ પણ માની આરતી કરી હતી. માતાજી મંદિરે આઠમના દિવસે યોજાતા હવનની વિધિમાં મંદિર ટ્રસ્ટના દંપતિઓ સહિતના લોકો જોડાયા હતા.

રાત્રે મા મહાકાળીને 1100 દિવડાની આરતી એવામાંઆવી હતી
રાત્રે મા મહાકાળીને 1100 દિવડાની આરતી એવામાંઆવી હતી
અન્ય સમાચારો પણ છે...