આરંભે શૂરા:ગત મહિને 21 દિવસમાં 607 ઢોર પકડ્યાં આ મહિનામાં માત્ર 470 રખડતાં મળ્યાં

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
વારસિયા વિસ્તારમાં રોડ પર રખડતાં ઢોર રોજ જોવા મળી રહ્યાં છે. - Divya Bhaskar
વારસિયા વિસ્તારમાં રોડ પર રખડતાં ઢોર રોજ જોવા મળી રહ્યાં છે.
  • શહેરના માર્ગો પરથી ઢોર પકડવાની ઝુંબેશ ઢીલી પડી
  • ઓક્ટોબરમાં 65 ઢોર દંડ લઇ છોડી મૂક્યાં : 534 ઢોર કરજણ ખસેડાયાં

શહેરના માર્ગો પરથી રખડતાં ઢોર પકડવાની ઝુંબેશનું સૂરસૂરિયું થઇ ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. આરંભે શૂરાની જેમ એક મહિનામાં 1065 ઢોર પકડીને ઢોર ડબ્બે પૂરનાર પાલિકા નવેમ્બરના 21 દિવસમાં 470 ઢોર પકડી શકી છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ટકોર બાદ પાલિકાએ રોડ પર રખડતા ઢોર પકડવાની ખાસ ઝુંબેશ ઉપાડી હતી. જેમાંઓક્ટોબર મહિનામાં પાલિકાની ઢોર પાર્ટીએ 1065 ઢોર પકડ્યાં હતાં અને 1 જ દિવસમાં સૌથી વધુ 79 ઢોર 27 ઓક્ટોબરે પકડાયાં હતાં. ઓક્ટોબર મહિનામાં 1065 પૈકી 65 ઢોર દંડ લઈને છોડી દેવામાં આવ્યાં હતાં અને રૂા.2.41 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

778 ઢોરને એક મહિનામાં 4 પાંજરાપોળમાં ખસેડવામાં આવ્યાં છે અને તેમાં સૌથી વધુ 534 ઢોર કરજણ પાંજરાપોળમાં મોકલાયા છે. દિવાળીના પર્વ બાદ પાલિકાની કામગીરી ઢીલી પડી રહી છે અને તેના કારણે ગત મહિનાની સરખામણીમાં માંડ 47% ઢોર પકડી શકી છે. ઓક્ટોબરમાં પ્રથમ 21 દિવસમાં 607 ઢોર પકડાયાં હતાં અને તેની સરખામણીમાં આ મહિનામાં 21 દિવસમાં 470 ઢોર એટલે કે 137 ઢોર ઓછાં પકડાયાં છે.

અન્ય સમાચારો પણ છે...