તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:વડોદરાની પતંગ બજારમાં છેલ્લી ઘડીએ ખરીદી માટે કીડીયારું ઉભરાયું, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, લોકો ફરી કોરોનાને ભૂલ્યા, વેપારીઓમાં ખુશી

વડોદરા7 દિવસ પહેલાલેખક: જીતુ પંડ્યા
પતંગ બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા - Divya Bhaskar
પતંગ બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
  • વડોદરા શહેરની બજારોમાં લોકોએ પતંગો સહિત વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા માટે ભારે ભીડ જમાવી હતી

કોરોનાની મહામારીના પગલે સરકાર દ્વારા ઉતરાયણ પર્વ ઉપર લગાવવામાં આવેલી પાબંદી વચ્ચે ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ ઉજવાનાર મકરસંક્રાંતિના પૂર્વ દિવસે શહેરના બજારોમાં પતંગ, દોરી સહિત ઉતરાયણના ઉત્સાહમાં વધારો કરતી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે શહેરના બજારોમાં કીડિયારું ઊભરાયું હોય તેમ લોકો ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.

બજારોમાં લોકોએ પતંગો સહિત વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા માટે ભારે ભીડ જમાવી
પતંગ અને દોરીની ખરીદી માટે મુખ્ય બજાર ગણાતા એવા માંડવીથી ચોખંડી નાની માર્કેટ, હરણી રોડ, રાવપુરા રોડ, અલકાપુરી, સહિતના માર્ગો ઉપર લોકો ઉમટી પડ્યા હતા. કોરોનાની મહામારીના પગલે તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇનના કારણે વડોદરાની ઓળખ સમાન પતંગોની થતી હરાજી થશે નહીં. સાવચેતીના ભાગરૂપે રાત્રે નવ વાગ્યા બાદ બજારો બંધ કરી દેવામાં આવશે. પરિણામે બજારોમાં લોકોએ સવારથી પતંગો સહિત વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા માટે ભારે ભીડ જમાવી હતી શહેરના બજારોમાં ખરીદીનું સુનામી આવતા વેપારીઓ ખુશખુશાલ થઈ ગયા હતા.

લોકોએ માસ્ક પહેર્યા વિના જ ખરીદી કરી હતી
લોકોએ માસ્ક પહેર્યા વિના જ ખરીદી કરી હતી

પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
બજારોમાં ઉમટી પડેલી ભીડના કારણે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બજારોમાં ઉમટી પડેલી ભારે ભીડનો લાભ લઇ ખિસ્સા કાતરુઓએ અનેક લોકોના ખિસ્સા હળવા કર્યા હતા.

બજારોમાં ખરીદીનું સુનામી આવતા વેપારીઓ ખુશખુશાલ થઈ ગયા
બજારોમાં ખરીદીનું સુનામી આવતા વેપારીઓ ખુશખુશાલ થઈ ગયા

બજારોમાં ઉમટેલી ભીડે કોરોનાની મહામારીને ભૂલાવી દીધી
આજે બજારોમાં ઉમટેલી ભીડે કોરોનાની મહામારીને ભૂલાવી દીધી હતી. સોશિયલ ડિસ્ટન્સ અંગેના જાહેર નામા કાગળ ઉપર સિમીત થઇ ગયા હતા.

બજારોમાં ઉમટેલી ભીડે કોરોનાની મહામારીને ભૂલાવી દીધી
બજારોમાં ઉમટેલી ભીડે કોરોનાની મહામારીને ભૂલાવી દીધી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser