• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Last 36 Hours, 2 2 New Cases Of Corona mucorrhoea Were Reported, With 93% Of Those Taking The First Dose Of The Vaccine Taking The Second Dose.

કોરોના વડોદરા LIVE:શહેરમાં આજે નવા 4 પોઝિટિવ, છેલ્લા 6 દિવસથી ગ્રામ્યમાં એક પણ કેસ નહીં, કુલ કેસ 71,934 થયા, ચિકનગુનિયાના 17 કેસ નોંધાયા

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 1276 સેમ્પલ પૈકી 4 પોઝિટિવ અને 1272 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 4 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 71,934 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 5 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,294 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં આજે ચિકનગુનિયાના 17 કેસ નોંધાયા છે.

એક્ટિવ કેસ ઘટીને 17 થઇ ગયા
વડોદરા શહેરના છાણી અને માંજલપુર વિસ્તારમાં મંગળવારે કોરોનાના એક-એક કેસ નોંધાયા હતા. હાલમાં એક્ટિવ કેસ ઘટીને 18 થઇ ગયા છે. જેમાં એકને ઓક્સિજન પર અને એકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટલમાં કોરોનાની એક્ટિવ સારવાર માત્ર એક જ દર્દીની ચાલી રહી છે. શહેરમાં 31થી 40 વર્ષના વય જૂથના સૌથી વધુ 5 દર્દીઓ એક્ટિવ છે. છેલ્લા 24 કલાકમાં 5ને ડિસ્ચાર્જ અપાયો છે. હાલમાં શહેરમાં માત્ર 18 લોકો જ ક્વોરન્ટાઇન છે. અત્યાર સુધી શહેરમાં 71,934 લોકો કોરોનાના સકંજામાં આવી ચૂક્યા છે. હાલમાં એસએસજી અને ગોત્રીમાં બે-બે દર્દીઓ જ કોરોનાની સારવાર હેઠળ છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,755 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,928 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9665 પશ્ચિમ ઝોનમાં 11,927, ઉત્તર ઝોનમાં 11,774, દક્ષિણ ઝોનમાં 11,7757, વડોદરા ગ્રામ્યમાં 26,755 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
માંજલપુર, વાસણા રોડ, અટલાદરા, વાઘોડિયા રોડ.