તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રિકેટ રસિકો ફેલાવશે સંક્રમણ:વડોદરામાં પોલો ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસીયાઓ ઉમટી પડે છે, વીડિયો વાઈરલ

વડોદરા2 મહિનો પહેલા
મોટી સંખ્યામાં લોકો મેદાનમાં એકત્ર થવાથી કોરોનાનું સંક્રમણ ફેલાવવાની શક્યતામાં વધારો થઇ શકે છે
  • રાજમહેલ રોડ પર આવેલા પોલો ગ્રાઉન્ડ પર કોરોનાથી બેખબર બનીને ક્રિકેટ રસીયાઓ મેચ રમે છે

વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોના બેકાબૂ બનીને સુનામી સ્વરૂપે કહેર મચાવી રહ્યો છે. કોરોનાને નિયંત્રણમાં લાવવાના પ્રયાસના ભાગરૂપે સરકારે રાજ્યમાં આંશિક લોકડાઉન લાગુ કરી દીધું છે. તેવામાં વડોદરાના રાજમહેલ રોડ પર આવેલા પોલો ગ્રાઉન્ડ પર કોરોનાથી બેખબર બનીને ક્રિકેટ રસીયાઓ મેચ રમી રહ્યા હતા. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો મેદાનમાં એકત્ર થવાથી કોરોનાનું સંક્રમણ ફેલાવવાની શક્યતામાં વધારો થઇ શકે છે.

ક્રિકેટ રસીકો મેદાનમાં ઠેક ઠેકાણે વાહન પાર્ક કરીને મેચ રમતા જોવા મળ્યા
વડોદરામાં સહિત રાજ્યમાં કોરોનાની બીજી વેવ ચાલી રહી છે. બીજી વેવમાં તેજીથી સંક્રમણ ફેલાવતા કોરોનાને અટકાવવા માટે સરકારે રાત્રિ કર્ફ્યૂ અને આંશિક લોકડાઉન લાગુ કરી દીધું છે, પરંતુ, વડોદરામાં દુકાનનું શટર બંધ કરીને બુટનું વેચાણ હોય કે, કોરોના કર્ફ્યૂમાં પીઝા પાર્લર ખુલ્લું રાખીને નિયમોનો ભંગ કરવાના કિસ્સા સામે આવતા રહે છે. તેવામાં હજી પણ લોકો કોરોનાને હળવાશથી લઇ રહ્યા હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. વડોદરાના જાણીતા ક્રિકેટ ગ્રાઉન્ડ ગણાતા પોલો ગ્રાઉન્ડ પર રોજ સવારે અને સાંજે ક્રિકેટ રસીયાઓ વચ્ચે મેચ જામી હતી. જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસીયાઓ ગ્રાઉન્ડ પર એકત્ર થયેલા જોવા મળ્યા હતા. ક્રિકેટ રસીકો મેદાનમાં ઠેક ઠેકાણે વાહન પાર્ક કરીને મેચ રમતા જોવા મળ્યા હતા.

વડોદરાના જાણીતા ક્રિકેટ ગ્રાઉન્ડ ગણાતા પોલો ગ્રાઉન્ડ પર રોજ સવારે અને સાંજે ક્રિકેટ રસીયાઓ વચ્ચે મેચ જામી હતી
વડોદરાના જાણીતા ક્રિકેટ ગ્રાઉન્ડ ગણાતા પોલો ગ્રાઉન્ડ પર રોજ સવારે અને સાંજે ક્રિકેટ રસીયાઓ વચ્ચે મેચ જામી હતી

કોરોના સામે નાની અમથી બેદરકારી પણ જીવલેણ નિવડી શકે છે
કોરોનાને નાથવા માટે એક તરફ સરકારે આંશિક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ વેક્સિનેશન પર જોર મૂકવામાં આવી રહ્યો છે. તેવા સમયે સરકારના કોરોના સામેની લડતના પ્રયાસોમાં લોકોએ માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને અને સરકારની ગાઇડલાઇનને અનુસરીને સાથ આપવો જોઇએ. તેની જગ્યાએ લોકો બેફિકર બનીને મેચ રમી રહ્યા છે, દુકાનો ચાલુ રાખી રહ્યા છે, તે જોતા લોકો એવું લાગી રહ્યું છે કે, લોકો કોરોનાને હળવાશથી લઇ રહ્યા છે. કોરોના સામે નાની અમથી બેદરકારી પણ જીવલેણ નિવડી શકે છે.

ક્રિકેટ રસીકો મેદાનમાં ઠેક ઠેકાણે વાહન પાર્ક કરીને મેચ રમતા જોવા મળ્યા હતા
ક્રિકેટ રસીકો મેદાનમાં ઠેક ઠેકાણે વાહન પાર્ક કરીને મેચ રમતા જોવા મળ્યા હતા
અન્ય સમાચારો પણ છે...