ચોરી:મકાન માલિક સૂતા રહ્યા ને ઘરમાંથી 1.52 લાખની ચોરી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાઘોડિયા રોડ પર તસ્કરોનું નાઇટ પેટ્રોલિંગ

વાઘોડિયા રોડ પર અમીધારા સોસાયટીના મકાનમાં મળસ્કે તસ્કરોએ 1.52 લાખની મતા અને દાગીનાની ચોરી કરી હતી.

વાઘોડિયા રોડ અમીધારા સોસાયટીમાં રહેતા આલોક રાવલે ફરિયાદ નોંધાવી હતી કે, 2જી તારીખે રાત્રે તેઓ ઘરના બીજા માળે સૂવા ગયા હતા, જ્યારે તેમનાં 80 વર્ષનાં માસી નીચેના માળે સૂતાં હતાં. મળસકે 4 વાગે માસીએ તેમને જગાડતાં ચોરી થયાનું જણાયું હતું. તસ્કરોએ ઘરમાં પ્રવેશી સોનાનું દોઢ તોલાનું મંગળસૂત્ર, સોનાની પોણા બે તોલાની ચેઇન, સોનાની 1 તોલાની ચેઇન, સોનાની 5 ગ્રામની લક્કી, સોનાની 4 ગ્રામની વીંટી, બાળકનાં 2 કડાં, 2 જોડી ચાંદીની પાયલ, ચાંદીની લક્કી અને સોનાનાં 4 પેન્ડલ, સોનાની 1 તોલાની ચેઇન મળી 1.52 લાખના દાગીનાની ચોરી કરી હોવાનું જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...