વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:ફતેગંજમાં મકાન પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ, પાણીગેટમાં છોકરીને કેમ મારો છો કહેતા હુમલો, યાત્રા કરવા હરિદ્વાર ગયાને ઘરમાં ચોરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફતેગંજ પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફતેગંજ પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર.

વડોદરામાં ગોરવા છાણી રોડ પર આવેલ એમ.બી.સી.દાસ પટેલ રેસિડેન્સીમાં C/18 નંબરનું મકાન આવેલું છે. જેની માલિકી અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેમાં ફરિયાદી પ્રજ્ઞેસભાઇ જયંતીભાઇ પટેલ (રહે. અન્નપૂર્ણા સોસાયટી, આણંદ ચોકડી પાસે, બોરસદ, જી. આણંદ)એ જણાવ્યું કે દિલિપ કેરી ઠાકુર અને કિશોર કેરી ઠાકુરેએ કબજો જમાવ્યો છે. જેથી પ્રજ્ઞેસભાઇએ આ અંગે ફતેંગજ પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

પાણીગેટમાં છોકરીને કેમ મારો છો કહેતા હુમલો
શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રહેતા ચિરાગભાઇ ભીખાભાઇ રબારી કપુરાઇ ચોકડી બ્રિજ પાસે બેઠા હતા. આ દરમિયાન પાર્કિંગમાં એક વ્યક્તિ તેની છોકરીને માર મારતો હતો. જેથી ચિરાગભાઇએ કહ્યું હતું કે કેમ છોકરીને માર મારો છો. જેથી ઉશ્કેરાયેલા શખ્સે ચિરાગભાઇ પર હુમલો કરી દીધો હતો અને તેના બે સાગરીત પણ માર મારવા લાગ્યા હતા. આ મામલે હુમલો કરનાર સુરેશ કાંતિભાઇ કટારા, પંકજ કાંતિભાઇ કટારા અને નરેશ કાંતિભાઇ કટારા સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

હરિદ્વાર યાત્રાએ ગયેલા વૃદ્ઘના ઘરમાં ચોરી
શહેરના સમતા વિસ્તારમાં આવેલ વિરલપાર્ક સોસાયટીમાં રહેતા મહેશકુમાર ભોગીલાલ ભાવસાર ગત 12 ઓગસ્ટના રોજ હરિદ્વારની યાત્રાએ ગયા હતા. આ દરમિયાન તેમના ઘરે રોકડા રૂપિયા 15 હજાર તેમજ વીંટી, બંગડીઓ સહિત સોનાના દાગીના મળી કુલ 43 હજારના મુદ્દામાલની ચોરી થઇ હતી. જેની ફરિયાદ તેઓએ યાત્રાએથી પરત ફર્યા બાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

તરસાલીમાં કારમાંથી એક લાખનો દારૂ ઝડપાયો
શહેરમાં તરસાલીમાં યુએલસીના મકાનો પાછળ આવેલ મેદાનમાં પાર્ક કારમાંથી પીસીબી દ્વારા એક લાખની કિંમતના દારૂના જથ્થાને જપ્ત કરવામા્ં આવ્યો છે. આ મામલે પ્રવીણ ઉર્ફે લાલો કાંતીલાલ પંચાલ (રહે. સોમનાથનગર, તરસાલી, વડોદરા) અને ધવલ કિશોરભાઇ પ્રજાપતિ (રહે. પરમપાર્ક સોસાયટી, માંજલપુર, વડોદરા)ની ધરપકડ કરવામાં આવી છે.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...