તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:લાલુ સિંધીએ ફરી શહેરમાં દારૂનો સપ્લાય શરૂ કર્યો

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઠેકરનાથ સ્મશાન પાસે દારૂની 96 બોટલ સાથે 1 ઝબ્બે
 • દારૂ લાલુ અને બાબુ સિંધી પાસેથી લીધાની કેફિયત

શહેરના કિશનવાડી રોડ પર ઠેકરનાથ સ્મશાન પાસે રિક્ષામાં દારૂની 96 બોટલો લઇને જતા શખ્સને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. દારૂનો આ જથ્થો બૂટલેગર લાલુ સિંધી અને બાબુ સિંધી પાસેથી લાવ્યો હોવાનું જણાવતાં પોલીસે બંને સામે પણ ગુનો નોંધી વોન્ટેડ જાહેર કર્યા હતા.

પીસીબીની ટીમે બાતમીના આધાર ઠેકરનાથ સ્મશાન પાસે વોચ ગોઠવી રિક્ષા લઇને જઇ રહેલા પ્રકાશ થાવરદાસ નેભવાણી (રહે, હરીકૃપા સોસા. ઠેકરનાથ સ્મશાન પાસે)ને ઝડપી લીધો હતો. પોલીસે રિક્ષાની તલાશી લેતાં દારૂની 96 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, રિક્ષા અને મોબાઇલ ફોન મળીને 1.26 લાખનો મુદ્દામાલ કબજે કરી તેને સિટી પોલીસને સુપરત કર્યો હતો. પ્રકાશની પૂછતાછ કરતા તેને અા દારૂનો જથ્થો નામચીન બૂટલેગર કમ સપ્લાયર લાલુ સિંધી અને બાબુ સિંધી પાસેથી લીધો હોવાની કેફિયત કરી હતી. જેને પગલે શહેરમાં ફરી લાલુ સિંધીઅે દારૂનો સપ્લાય શરૂ કર્યો હોવાની વિગતો સપાટી પર અાવી છે.

કેટલાક સમયથી શહેરમાં બૂટલેગરો પર પોલીસ ભીંસ વધારી રહી છે. ત્યારે લાલુઅે બિન્દાસ્તપણે માલ સપ્લાય કરવાનું શરૂ કર્યું છે. શહેરમાં ઠલવાતા વિદેશી દારૂ પાછળ વહીવટદારો મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. ખુદ પોલીસના 2 વિભાગોમાં દારૂના ધંધા શરૂ કરવા અંગે ખેંચતાણ ચાલી રહી છે. જેને લઇને અા મુદો શહેર પોલીસમાં ચર્ચાનો વિષય બન્યો છે.

બંને બુટલેગરોનો દારુ છેલ્લા કેટલાક સમયથી શહેરમાં બેરોકટોક આવી રહ્યો હાવોનું મનાય છે જેના પગલે પોલીસ પણ સાવધ થઈ ગઈ છે દારુ પકડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો