તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:5.53 લાખના દારૂના પ્રકરણમાં લાલુ સિંધીને 2 દિવસના રિમાન્ડ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
બૂટલેગર લાલુ સિંધી - Divya Bhaskar
બૂટલેગર લાલુ સિંધી
  • બૂટલેગર લાલુનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં ધરપકડ
  • વેપલામાં અન્યની સંડોવણી અંગે પૂછપરછનું નાટક કરાશે

વાઘોડિયા નજીક આવેલા માડોધર અને રાજનગર ગામે સ્ટેટ મોનેટરિંગ સેલે દરોડો પાડેલા 5.53 લાખના દારૂના જથ્થાના કેસમાં એલસીબીએ બુટલેગર લાલુ સિંધીની બુધવારે ધરપકડ કરી અદાલતમાં રજુ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તાજેતરમાં સ્ટેટ મોનેટરિંગ સેલે માડોધર અને રાજનગર ખાતે આવેલી નવી અને જૂની નર્મદા વસાહતના મકાનમાં ઘાસ નીચે છૂપાવી રાખેલી દારૂની 5.53 લાખની 3375 બોટલો, 2 મોબાઈલ તથા રેઝકીનના થેલામાંથી 6,82,485 રોકડા રુપીયા સહિત કુલ 12,39,140 રુપીયા ના મુદ્દામાલ સાથે શૈલેષ ચીમન વસાવા (માડોધર, તા.વાઘોડિયા) તથા સંજય ગોપાલ વસાવા (મગનપુરા, તા.વાઘોડિયા)ને ઝડપી પાડયાહતા.

પોલીસની તપાસમાં દારુનો આ જથ્થો વડોદરાના બુટલેગર લાલુ સિંધીએ આપ્યો હોવાનું તથા જીતેશ ઉર્ફે જીગો વસાવા તથા વાઘોડીયાના વિશાલે દારુની હેરાફેરી કરી હોવાનું બહાર આવતાં પોલીસે તમામની સામે ગુનોનોંધ્યો હતો. સમગ્ર કેસની તપાસ એલસીબીને સોંપાઇ હતી. દરમિયાન, મંગળવારે એલસીબીએ એકસપ્રેસ હાઇવેના ટોલનાકા પાસેથી લાલુ સિંધીને ઝડપીપાડયો હતો અને તેનો કોરોના ટેસ્ટ કરાવી બુધવારે અદાલતમાં રજુ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

લાલુ સિંધી કોની પાસેથી દારુનો જથ્થો મંગાવતો હતો અને અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ આદરી હતી. રાજસ્થાન પોલીસ અને આબકારી વિભાગે અલગ અલગ સ્થળો પરથી બે દિવસ પહેલાં ગુજરાત લવાઇ રહેલો 4 કરોડનો દારુ પકડી લીધા બાદ તપાસનો રેલો ગુજરાત આવે તે પહેલાં જ શહેરનો કુખ્યાત બુટલેગર લાલુ સિંધી જીલ્લા એલસીબી પોલીસના હાથે ઝડપાયો હતો.

લાલુ સિંધીના 3 મકાનમાં પોલીસના દરોડા
એલસીબીએ લાલુ સિંધીના વારસીયામાં આવેલા 3 મકાનોમાં મંગળવારે મોડી રાત સુધી દરોડા પાડીને મહત્વના દસ્તાવેજો તથા બેંક ના દસ્તાવેજો કબજે કર્યા હતા. લાલુ સિંધીના આર્થીક વ્યવહારોની પણ પોલીસ દ્વારા તપાસ શરુ કરાઇછે. બુટલેગર લાલુ સિંધી પોલીસની ગીરફ્તમાં આવતાં અન્ય નાના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

વિજુ સિંધી- સુનિલ દરજી સિરોહીથી દારૂનું નેટવર્ક ચલાવતા હોવાનું ખૂલ્યું
રાજસ્થાનમાં તાજેતરમાં પકડાયેલા 4 કરોડના દારૂના પ્રકરણમાં વડોદરાના વિનોદ ઉર્ફે વિજુ સિંધીનું નેટવર્ક ખુલ્લુ પડયું છે.
21 માર્ચ સિરોહીના આબુ રોડ પોલીસ સ્ટેશનની હદમાંથી લાખોનો વિદેશી દારૂ ભરેલી 3 કાર પકડાઇ હતી. જેની તપાસમાં આબુ રોડના જ બૂટલેગર ડિગ્ગી ઉર્ફે આનંદપાલસિંહની ભાગીદારી હતી. તેને વિજુ સિંધી અને સુનિલ દરજી સાથે મળી હરિયાણાથી ગુજરાત સુધી દારૂનો સપ્લાય કરવા સિરોહી જિલ્લામાં કટિંગ અને ડપિંગ સેન્ટર ઉભા કર્યા હતા. વિદેશી દારૂના સપ્લાયમાં રાજસ્થાનના પોલીસ અધિકારીઓની પણ સંડોવણી બહાર આવી છે. વિજુ સિંધી અને સુનિલ દરજી સિરોહીથી દારૂનો સપ્લાય ગુજરાતભરમાં કરતા હતા અને અહીંથી જ આખુ નેટવર્ક ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.

દરેક પાસાની તપાસ કરાશે
​​​​​​​સિરોહીમાંથી હરિયાણા બનાવટનો વિદેશી દારૂ પકડાવવાના મામલામાં પોલીસ અધિકારીઓ અને અન્યોની સંડોવણી અંગે તમામ પાસાને ધ્યાનમાં રાખી તપાસ કરાશે. એસઓજીના ડીઆઇજી અમનદીપસિંહને ખાસ તપાસ માટે સિરોહી મોકવામાં આવ્યા છે.

સિરોહી એસપીની સાંઠગાંઠ
​​​​​​​​​​​​​​
ગુજરાત પોલીસના અનેક અધિકારીઓ અને કર્મચારીઓને પે રોલ પર રાખતા વિજુ સિંધી આણી મંડળીએ રાજસ્થાન પોલીસમાં પણ પગપેસારો કર્યો છે. વિજુ સિંધી સાથે સિરોહીના એસ પી હિંમત અભિલાષ ટાંકની સાંઠગાંઠ અંગે તપાસ કરાઇ રહી છે.

લાલુ સિંધીના દારૂ કેસમાં સુનિલ સહિત 4ની સંડોવણી​​​​​​​
વાઘોડિયા નજીક આવેલા માડોધર અને રાજનગર ગામે સ્ટેટ મોનેટરિંગ સેલે દરોડો પાડેલા 5.53 લાખના દારૂના જથ્થાના કેસમાં એલસીબીએ બુટલેગર લાલુ સિંધીની બુધવારે ધરપકડ કરી અદાલતમાં રજુ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે લાલુએ તેના માણસ સુનિલ દરજી અને બંટોની મદદથી રાજસ્થાનના શૈલેશ મારવાડી તથા સુનિલ મારવાડી પાસેથી દારુનો જથ્થો મંગાવ્યો હતો જેથી પોલીસે ચારેયની શોધખોળ શરુ કરી હતી. બોગસ દસ્તાવેજ બનાવાની કલમ પણ ઉમેરવામાં આવી છે

6 સ્થળે દારૂનો સંગ્રહ થતો હતો​​​​​​​
સિરોહીમાં 6 સ્થળે દારૂનો સંગ્રહ કરાતો હતો. જેમાં આબુરોડની સન હોટલ પાછળ,લીલદાર રોડ પર, ગીરવરમાં, ભૂજેલા,ભટાવડાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...