વડોદરા પોલીસની કાર્યવાહી:2 સંતાનની માતા પર કારમાં દુષ્કર્મ કરનાર કલોલના લાલાની ધરપકડ, નાણાં આપવાના બહાને દશરથ બોલાવી હતી

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પીડિતા અને આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવાયું

2 સંતાનની માતાને રૂા. 15 હજાર આપવા માટે દશરથ નજીક બોલાવી તેને કારમાં અવાવરુ જગ્યાએ લઈ ગયા બાદ જબરજસ્તીથી દુષ્કર્મ આચરનાર કલોલના લાલા પટેલને છાણી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે પીડિતા અને લાલાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર શહેરના ભાયલી વિસ્તાર નજીક રહેતી પરિણીતાના પતિના કહેવાથી કલોલનો લાલા રણછોડ પટેલ રૂા. 15 હજાર આપવા માટે વડોદરા આવ્યો હતો. લાલાએ પરિણીતાને નાણાં લેવા માટે દશરથ ખાતે બોલાવી હતી. જ્યાં કારમાં આવી પહોંચેલા લાલા પટેલે મોપેડ પર પરિણીતાનાં બંને બાળકોને બેસાડી કારમાં પરિણીતાને એટીએમ સેન્ટર પર લઈ ગયો હતો. એટીએમ સેન્ટર પર લઈ જવાની જગ્યાએ લાલો તેને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે ત્યારબાદ પરિણીતાએ ઉક્તિ વાપરી લાલાને પકડવા માટે પોલીસની મદદથી છટકું ગોઠવ્યું હતું. જોકે લાલો પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યો હતો.

ઘટના અંગેની ફરિયાદ છાણી પોલીસ મથકમાં નોંધાતાં પોલીસે શનિવારે કલોલથી લાલ રણછોડ પટેલને ઝડપી લીધો હતો. પોલીસે શુક્રવારે પરિણીતાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. જ્યારે શનિવારે પોલીસે લાલા પટેલને હોસ્પિટલમાં લઈ જઈ મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. બીજી તરફ પોલીસે જે કારમાં લાલાએ દુષ્કર્મ આચર્યું હતું તે કાર જપ્ત કરી હતી. પોલીસે લાલા પટેલનો કોરોના ટેસ્ટ કરાવી તેની ધરપકડ કરવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. જે કારમાં લાલાએ દુષ્કર્મ આચર્યું હતું તે કાર જપ્ત કરી પોલીસે બારીકાઈથી તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે વિવિધ લોકોની પુછતાછ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...