તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાવોમાં ગંદકી:વડોદરામાં સયાજીપુરા તળાવ ગંદકીથી ખદબદે છે, જળચર પ્રાણીઓના જીવ જોખમમાં મૂકાયા, બ્યુટિફિકેશન કરવાની માગ ઉઠી

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
તળાવમાં વધી ગયેલી ગંદકીના કારણે જળચર જીવો જોખમમાં મૂકાઇ ગયા - Divya Bhaskar
તળાવમાં વધી ગયેલી ગંદકીના કારણે જળચર જીવો જોખમમાં મૂકાઇ ગયા
  • તળાવમાં ડ્રેનેજના ગંદા પાણી છોડવામાં આવી રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

વડોદરા શહેરના સયાજીપુરા તળાવમાંથી ગંદકી દૂર કરીને બ્યુટિફિકેશન કરવા માગ ઉઠી છે. તળાવમાં વધી ગયેલી ગંદકીના કારણે જળચર જીવો જોખમમાં મૂકાઇ ગયા છે. મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી શહેરમાં આવેલા તળાવોનું બ્યુટિફિકેશન કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં કેટલાક તળાવ બ્યુટિફિકેશન કરવામાં આવ્યા જ્યારે હજુ પણ કેટલાક તળાવ બ્યુટીફિકેશનની રાહ જોઇ રહ્યા છે. જે પૈકી સયાજીપુરા તળાવ ગંદકીના કારણે ખદબદી રહ્યું છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જે તળાવનું બ્યુટીફિકેશન થયું છે, તેમાં પણ ડ્રેનેજના ગંદા પાણી છોડવામાં આવી રહ્યા છે. જેથી બ્યુટિફિકેશન પાછળ કરવામાં આવેલો ખર્ચો પણ માથે પડ્યો છે.

સયાજીપુરા તળાવનું બ્યુટીફિકેશન નહીં કરીને અન્યાય થઇ રહ્યો છે
લોકો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા તળાવના બ્યુટિફિકેશનની કામગીરીમાં પણ વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે. વડોદરાના કોમી એકતા સમાન સરસિયા તળાવનું પણ આજદિન સુધી બ્યુટિફિકેશન કરવામાં આવ્યું નથી અને એ તળાવ પણ ગંદકીથી ખદબદે છે એ જ પ્રમાણે સયાજીપુરા વિસ્તાર કે જેનો વિકાસ હાલમાં થઇ રહ્યો છે. જ્યાં અનેક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ બંધાઇ ગયા છે. એટલું જ નહીં કોર્પોરેશને આ વિસ્તારમાંથી બાયપાસને જોડતો મુખ્ય રસ્તો પણ બનાવ્યો છે, ત્યારે સયાજીપુરા વિસ્તારમાં આવેલા તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવતું નથી અને આ વિસ્તારને અન્યાય કરવામાં આવી રહ્યો છે.

તળાવમાં ડ્રેનેજના ગંદા પાણી છોડવામાં આવી રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
તળાવમાં ડ્રેનેજના ગંદા પાણી છોડવામાં આવી રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

સયાજીપુરા તળાવની જાળવણી કરવામાં નહીં આવે તો પુરાણ થઇ જશે
સામાજિક કાર્યકર તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, સયાજીપુરા તળાવની જાળવણી કરવામાં નહીં આવે તો ધીરે ધીરે તેનુ પણ પુરાણ થઇ જશે. હાલમાં આ તળાવ પણ ગંદકીથી ખદબદી રહ્યું છે, જેને કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. તળાવમાં ગંદકી અને કારણે મચ્છરોનો ત્રાસ પણ આ વિસ્તારમાં વધ્યો છે. તેની સાથે તળાવમાં રહેતાં જીવો પણ જોખમમાં મુકાઇ ગયા છે.

બ્યુટિફિકેશન પાછળ કરવામાં આવેલો ખર્ચો પણ માથે પડ્યો
બ્યુટિફિકેશન પાછળ કરવામાં આવેલો ખર્ચો પણ માથે પડ્યો

સયાજીપુરા તળાવનું બ્યુટિફિકેશન કરવાની માગણી કરી
અંગે આજે સામાજિક કાર્યકર અને સ્થાનિક રહીશોએ કોર્પોરેશનની બેવડી નીતિ અંગે રોષ વ્યક્ત કર્યો હતો અને સયાજીપુરા તળાવનું બ્યુટિફિકેશન કરવાની માગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...