તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:એરપોર્ટ પર મેડિકલ ડેસ્ક, ડેપો- સ્ટેશન પર અભાવ

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં લોક ડાઉન ખૂલ્યાની સાથે જૂન મહિનામાં શરૂ થયેલી હવાઈ મુસાફરી માટે લોકોને એરપોર્ટ પર પ્રાથમિક સારવાર મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા હેલ્થ ડેસ્કની શરૂઆત કરાઈ હતી. જ્યારે રેલવે અને એસટી ડેપો ખાતે આવી કોઇ સુવિધા કાર્યરત નથી. રેલવે દ્વારા પ્લેટફોર્મ 1 પર ટ્રેનમાં આવનાર મુસાફરો પૈકી કોઈને લક્ષણો જણાય તો તે માટે એક તબીબ અને નર્સની નિમણૂક કરાઈ હતી, પરંતુ તે પણ બંધ કરી દેવાઈ છે. રેલવે અને કોર્પોરેશન વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહને પગલે રેલવે સ્ટેશન પર અત્યાર સુધી મુસાફરોનો કોઈ ટેસ્ટ કરાયો નથી. અમદાવાદ અને સુરતમાં રેલવે સ્ટેશન પર મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. આ સાથે રેલવે સ્ટેશન પર મુસાફરોના સામાનને સેનેટાઇઝ પણ કરાતો નથી, જ્યારે આ સુવિધા એરપોર્ટ અને એસટી સ્ટેન્ડ પર ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...