તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Lab Of Sayaji Hospital In Vadodara Gets NABL Accreditation Certificate, Says Medical Superintendent, 'It Is A Moment Of Pride For Us'

ગૌરવ:વડોદરાની સયાજી હોસ્પિટલનની લેબને NABL એક્રેડિટેશનનું સર્ટિફિકેટ મળ્યું, મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ કહે છે કે, 'અમારા માટે ગૌરવની ક્ષણ છે'

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુણવત્તા અને દક્ષતાની જરૂરિયાતોની તલસ્પર્શી ચકાસણીને આધારે આ પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યું છે - Divya Bhaskar
ગુણવત્તા અને દક્ષતાની જરૂરિયાતોની તલસ્પર્શી ચકાસણીને આધારે આ પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યું છે
  • સયાજી હોસ્પિટલની લેબ સેવાઓનો ઉપયોગ દેશના અનેક રાજ્યોને મળ્યો છે

વડોદરાની સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજની ઉમદા અને ગુણવત્તાસભર સેવાઓની કદર થઇ છે. સયાજી હોસ્પિટલની લેબને NABL એક્રેડિટેશનનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે, સયાજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.રંજન ઐયરે જણાવ્યું હતું કે, ટીમ સયાજીના ભાગરૂપે પ્રયોગશાળા દ્વારા કોરોના અને મ્યુકોરમાઇકોસિસના રોગચાળામાં અવિરત સેવાઓ પ્રદાન કરવામાં આવી છે અને તેનાથી અસરકારક સારવાર નિર્ધારિત કરવામાં ખૂબ મદદ મળી છે. સંસ્થા દ્વારા મેડિકલ ટેસ્ટિંગના ક્ષેત્રમાં આઇ.એસ.ઓ.-15189:2012ના નિર્ધારિત માપદંડો અનુસાર ગુણવત્તા અને દક્ષતાની જરૂરિયાતોની તલસ્પર્શી ચકાસણીને આધારે આ પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યું છે. આ અમારા માટે ગૌરવની ક્ષણ છે.

NABL કમિટીની રચના કરવામાં આવી હતી
અત્રે નોંધ લેવી ઘટે કે, કોરોનાકાળમાં NABL કમિટીની રચના કરવામાં આવી હતી, જેનું અને બાયો કેમિસ્ટરી વિભાગનું અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે. આ સર્ટિફિકેશન માટે સચોટ દસ્તાવેજો સાથે અરજી તૈયાર કરવાની સમગ્ર કામગીરી બાયો કેમિસ્ટ્રી વિભાગના વડા ડો શિલ્પા જૈને, મેડિકલ સુપ્રિટેન્ડેન્ટના સમુચિત માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂરી કરી, જેના પરિણામે સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજને બીજીવાર આ પ્રતિષ્ઠિત પ્રમાનીતીકરણ પ્રાપ્ત થયું છે.

મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ કહે છે કે, 'અમારા માટે ગૌરવની ક્ષણ છે'
મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ કહે છે કે, 'અમારા માટે ગૌરવની ક્ષણ છે'

લેબ સેવાઓનો ઉપયોગ દેશના અનેક રાજ્યોને મળ્યો છે
અહીંની લેબ સેવાઓનો માત્ર વડોદરા શહેર અને જિલ્લાના જ નહીં પણ મધ્ય ગુજરાત અને રાજ્યના અન્ય જિલ્લાઓના અને પાડોશી રાજ્યોના રોગ પીડિતોને વિનામૂલ્યે મળ્યો છે જેની નોંધ લેવી ઘટે.

સયાજી હોસ્પિટલની લેબ સેવાઓનો ઉપયોગ દેશના અનેક રાજ્યોને મળ્યો છે
સયાજી હોસ્પિટલની લેબ સેવાઓનો ઉપયોગ દેશના અનેક રાજ્યોને મળ્યો છે

કોરોના કાળમાં 5,37,725 ટેસ્ટ થયા
સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજના છત્ર હેઠળ કાર્યરત બાયો કેમિસ્ટ્રી વિભાગની ક્લિનિકલ કેમિસ્ટ્રી લેબોરેટરીએ કોવિડ કટોકટી દરમિયાન રોગ પરીક્ષણમાં અને સારવાર નિર્ધારિત કરવામાં ખૂબ ઉપયોગી ડી ડાયમર, એલ.ડી.એચ., એ.બી.જી.એનાલીસિસ,hba1c અને ફેરિટિન જેવા ટેસ્ટ અવિરત કર્યાં છે. કટોકટીભર્યા ઓગસ્ટ-2020થી મે-2021ના સમયગાળા દરમિયાન અહીં કુલ 5,37,725 ટેસ્ટ કરવામાં આવ્યા જે અભૂતપૂર્વ કામગીરી છે.

અહીં કુલ 5,37,725 ટેસ્ટ કરવામાં આવ્યા જે અભૂતપૂર્વ કામગીરી છે
અહીં કુલ 5,37,725 ટેસ્ટ કરવામાં આવ્યા જે અભૂતપૂર્વ કામગીરી છે

24 કલાક બ્લડ સુગર ચકાસણી અને hba1c ટેસ્ટ કરવામાં આવ્યા
કોરોનાની સારવારમાં ડાયાબિટીસના નિયમનની ખૂબ અગત્યતાને ધ્યાનમાં લઇને બાયો કેમિસ્ટ્રી લેબ દ્વારા 24 કલાક બ્લડ સુગર ચકાસણી અને hba1c ટેસ્ટ કરવામાં આવ્યા અને સંબંધિત તબીબોને એના ઓનલાઇન રિપોર્ટ ત્વરિત મળી શકે એવી જરૂરી વ્યવસ્થા કરવામાં આવી. આ વિભાગના તબીબો અને તમામ કર્મચારીઓ આ સમર્પિત સેવા માટે સલામને પાત્ર છે.

અન્ય સમાચારો પણ છે...