દેહવ્યાપારનો પર્દાફાશ:વડોદરામાં સનરાઇઝ કોમ્પલેક્ષ પર કુટણખાનું ઝડપાયું, 8 રૂપલલના અને 3 ગ્રાહકોની ધરપકડ

વડોદરાએક મહિનો પહેલા
  • પોલીસ તપાસમાં ગ્રાહકોનું ઓનલાઇન સિલેક્શન કર્યાનું ખુલ્યું
  • PCBની ટીમે બાતમીને આધારે રેડ કરતા કુટણખાનું ઝડપાયું

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર પાણીગેટ પોલીસ મથકની હદમાં સનરાઇઝ કોમ્પલેક્ષમા ચાલતા કુટણખાના ઉપર PCB શાખાએ દરોડો પાડી 8 કોલગર્લ અને 3 ગ્રાહકોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે તમામની અટકાયત કરી
મળેલી માહિતી મુજબ વાઘોડિયા રોડ ઉપર સનરાઇઝ કોમ્પલેક્ષમાં રીટા નામની મહિલા કુટણખાનું ચલાવતી હોવાની બાતમી PCBને મળી હતી. પોલીસે બાતનીના આધારે જગ્યા પર દરોડો પાડતા ચોંકી ઉઠી હતી. ઘટના સ્થળ પરથી 8 યુવતિઓ અને 3 ગ્રાહક મળી આવ્યા હતા. પોલીસે હાલ તબક્કે તમામની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગ્રાહકોને ઓનલાઇન આકર્ષવામાં આવતા હતા
પ્રાથમિક વિગતો પ્રમાણે, કુટણખાનામાં જવા માટે ગ્રાહકોનું સિલેક્શન ઓનલાઇન કરાવવામાં આવતું હતું. PCBએ યુવતિઓ ક્યાંથી લાવવામાં આવી છે, ક્યારથી કુટણખાનું ચાલતું હતું, કુટણખાનામાં ગ્રાહકોને કેવી રીતે ઓનલાઇન આકર્ષવામાં આવતા હતા. આ મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. હાલ તમામને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.વાઘોડિયા રોડ ઉપરથી કૂટમખાનુ ઝડપાતિ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગય હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.