ઈકો ફ્રેન્ડલી દેશી ફટાકડા:વડોદરામાં કુંભારવાડાના કારીગરોએ 400 વર્ષથી બનતા માટીના ફટાકડા આ વર્ષે ફરીથી બનાવ્યા, ખુબ ઓછુ પ્રદુષણ ફેલાવે છે

વડોદરાએક મહિનો પહેલા
  • છેલ્લા 20-25 વર્ષથી ફટાકડા બનાવવાનું કામ કારીગરોએ બંધ કરી દીધુ હતું
  • વડોદરાની NGOએ સ્થાનિકોને રોજગારી મળે તે હેતુથી માટીના ફટાકડાનું કામ ફરી શરૂ કરાવ્યું

વડોદરા શહેરમાં 400 વર્ષ પહેલા માટીના દેશી ફટાકડા બનાવવામાં આવ્યા હતા. આ ફટાકડા કુંભારો દ્વારા બનાવવામાં આવતા હતા. પરંતુ ઘણા વર્ષોથી આવા ફટાકડા બનતા બંધ થઇ ગયા હતા. કારણ કે, દેખાવમાં સુંદર અને અત્યાધુનિક એવા ફટાકડાની સાથે ચાઈનીઝ ફટાકડા પણ બજારમાં આવ્યા હતા અને કુંભારોને સ્વદેશી ફટાકડા બનાવવાનો ઉત્પાદન ખર્ચ વધુ હતો અને વેચાણ ઓછું હતું. આ કારણે આ કામગીરી બંધ થઇ થઈ ગઇ હતી. છેલ્લા 20-25 વર્ષથી ફટાકડા બનાવવાનું કામ બંધ થઇ ગયું હતું. જોકે, આ વર્ષે કારીગરોએ માટીના દેશી ફટાકડા બનાવાનનું કામ ફરીથી શરૂ કર્યું છે.

સ્થાનિકોને રોજગારી મળે તે હેતુથી માટીના ફટાકડાનું કામ ફરી શરૂ કરાયું
વડોદરા સ્થિત પરિવાર ફાઉન્ડેશને પીએમ મોદીના લોકલ ફોર વોકલ અને સ્થાનિકોને રોજગારી મળે તે હેતુથી ફરીથી સ્વદેશી માટીના ફટાકડાનું કામ ફરી શરૂ કરાવ્યું છે. તેના કારીગરો વડોદરાના ફતેપુરા કુંભારવાડામાં રહે છે, તેઓ આ પ્રકારના માટીના ફટાકડા બનાવવામાં ખૂબ જ નિષ્ણાંત છે. આ લોકો દાડમ, ચકરી, ફુલઝડી, રોશની જેવા વિવિધ પ્રકારના સ્વદેશી ફટાકડા બનાવતા હતા, જે બંધ થઈ ગયા હતા. પરંતુ, NGOએ તેમને મદદ કરી અને કારીગરોએ ફરીથી એ જ પ્રકારના માટીના ફટાકડા બનાવવાનું શરૂ કર્યું, 400 વર્ષથી બનતા હતા.

છેલ્લા 20-25 વર્ષથી માટીના ફટાકડા બંધ થઇ ગયા હતા
છેલ્લા 20-25 વર્ષથી માટીના ફટાકડા બંધ થઇ ગયા હતા

આ કામ અમારા પૂર્વજોના સમયથી ચાલતું હતું
વડોદરાના કુંભાર રમણ પ્રજાપતિ જણાવે છે કે, આ કામ અમારા પૂર્વજોના સમયથી ચાલતું હતું, પરંતુ તે બંધ થઈ ગયું હતું. પરંતુ. હવે NGOની મદદથી તે ફરી શરૂ થયું છે, જેના કારણે અમને થોડા પૈસા કમાવવાનો મોકો મળ્યો છે. જો આખું વર્ષ આપણને આવું કામ મળતું રહે તો અમારા માટે સારું રહેશે.

સ્થાનિક NGOએ માટીના ફટાકડાનું બનાવવાનું કામ ફરી શરૂ કરાવ્યું
સ્થાનિક NGOએ માટીના ફટાકડાનું બનાવવાનું કામ ફરી શરૂ કરાવ્યું

ફટાકડા માટીના બનેલા હોવાને કારણે તે ઈકો ફ્રેન્ડલી છે
વડોદરામાં દેશી ફટાકડાના નામે સ્ટોર શરૂ કર્યો છે. અહીં તેનું વેચાણ થઈ રહ્યું છે.પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ નિતલ ગાંધી કહે છે કે, આ સ્વદેશી ફટાકડા બજારમાં મળતા સામાન્ય ફટાકડા કરતાં વધુ સુરક્ષિત છે. ઓછુ પ્રદૂષણ ફેલાવે છે અને તે માટીના બનેલા હોવાને કારણે તે ઈકો ફ્રેન્ડલી પણ છે.

વડોદરામાં કુંભારવાડાના કારીગરોએ 400 વર્ષથી બનતા માટીના ફટાકડા આ વર્ષે ફરીથી બનાવ્યા
વડોદરામાં કુંભારવાડાના કારીગરોએ 400 વર્ષથી બનતા માટીના ફટાકડા આ વર્ષે ફરીથી બનાવ્યા
વડોદરા શહેરમાં 400 વર્ષ પહેલા માટીના દેશી ફટાકડા બનાવવામાં આવ્યા હતા
વડોદરા શહેરમાં 400 વર્ષ પહેલા માટીના દેશી ફટાકડા બનાવવામાં આવ્યા હતા
અન્ય સમાચારો પણ છે...