મંદિર અનલોક:ડભોઇનું સૂપ્રસિધ્ધ કુબેરભંડારી મંદિર ખુલ્યું, માસ્ક પહેરીને જ દર્શન અને પરિસરમાં બેસવાની મનાઈ

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
મંદિર ખૂલતાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે પહોંચી ગયા હતા. - Divya Bhaskar
મંદિર ખૂલતાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે પહોંચી ગયા હતા.
  • ભક્તો કોઈપણ પ્રકારની સામગ્રી અર્પણ કરી શકશે નહીં

કોરોનાના કેસો ઘટી જતાં સરકાર દ્વારા આજથી મંદિરો ખુલ્લા કરવા માટે છૂટ આપવામાં આવી છે. ત્યારે ડભોઇ તાલુકાના સૂપ્રસિધ્ધ કુબેરભંડારી મંદિર આજથી શ્રધ્ધાળુઓ માટે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. મંદિર ખૂલતાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે પહોંચી ગયા હતા. ભક્તો માસ્ક પહેરી દર્શન કરી શકશે અને દર્શન બાદ પરિસરમાં બેસવાની મનાઈ સહિતના અનેક નિયમોનું પાલન કરવું પડશે.

માસ્ક, સેનિટાઇઝર સહિત ગાઈડલાઈનનું પાલન
કોરોના મહામારીની બીજી લહેરમાં રાજ્યમાં આંશિક લોકડાઉન કરવામાં આવ્યું હતું. કોરોનાના કેસો ઘટી રહ્યા હોય રાજ્ય સરકાર દ્વારા ધીમે ધીમે લોકોને છૂટ આપવામાં આવી રહી છે. સોસિયલ ડિસ્ટન્સ અને માસ્ક, સેનિટાઇઝર સહિત ગાઈડલાઈનનું પાલન કરવા સાથે છૂટ અપાઈ છે. ત્યારે રાજ્યના મોટા મંદિરો પણ આજ તા.11 જૂનથી ખુલી જતાં શ્રધ્ધાળુઓની દર્શન માટે ભીડ જામી હતી.

દર્શનાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવા સાથે માસ્ક પહેરી દર્શન કરી શકશે.
દર્શનાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવા સાથે માસ્ક પહેરી દર્શન કરી શકશે.

મંદિર સવારે 7થી સાંજે 6.30 સુધી જ ખુલ્લુ રહેશે
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના નર્મદા કિનારે કરનાળી ગામે આવેલ સુપ્રસિધ્ધ કુબેરભંડારી મંદિર પણ આજથી ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યુ હતું. જેની સત્તાવાર જાહેરાત મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવી હતી. આ મંદિર સરકારની ગાઇડ લાઇન મુજબ સવારે 7થી સાંજે 6.30 સુધી જ ખુલ્લુ રહેશે.

ધર્મશાળા તેમજ અન્નક્ષેત્ર હાલ બંધ રાખવામાં આવ્યા
દર્શનાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવા સાથે માસ્ક પહેરી દર્શન કરી શકશે. શ્રદ્ધાળુઓ માત્ર કુબેર દાદાના દર્શન જ કરી શકશે કોઈપણ પ્રકારની સામગ્રી મહાદેવજીનેને અર્પણ કરી શકશે નહીં. ઉપરાંત દર્શન બાદ પરિસરમાં બેસવાની મનાઈ સહિતના અનેક નિયમોનું પાલન ભક્તોને કરવું પડશે. મંદિર ટ્રસ્ટ દ્વારા ધર્મશાળા તેમજ અન્નક્ષેત્ર હાલ બંધ રાખવામાં આવ્યું છે.