તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમાસે કુબેર ભંડારી મંદિર બંધ:કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર 9 જુલાઇએ બંધ રાખવાનો કુબેર સોમેશ્વર ટ્રસ્ટનો નિર્ણય, ભીડ ભેગી ન થાય તે માટે નિર્ણય

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કુબેર ભંડારી મંદિર અમાસના દિવસે 9 જુલાઇના રોજ બંધ રાખવાનો નિર્ણય - Divya Bhaskar
કુબેર ભંડારી મંદિર અમાસના દિવસે 9 જુલાઇના રોજ બંધ રાખવાનો નિર્ણય
  • અમાસ ભરવા આવતા ભાવિકો ઓનલાઇન દર્શનનો લાભ લઇ શકશે

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના તીર્થધામ કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર અમાસના દિવસે 9 જુલાઇના રોજ બંધ રાખવાનો નિર્ણય કુબેર સોમેશ્વર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

શ્રદ્ધાળુઓના હિતમાં અમાસના દિવસે મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો
તીર્થધામ કરનાળીના કુબેર ભંડારી મંદિરમાં અમાસના દર્શનનું મહત્વ રહેલું છે. અમાસના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે પધારતા હોય છે. હાલમાં ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારીની ગાઇડલાઇનનો અમલ કરીને ધાર્મિક સ્થાનો દર્શનાર્થે શરૂ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે કુબેર ભંડારી મંદિર પણ હવે ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું, પરંતુ, અમાસના દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે, જે બાબતને ધ્યાનમાં રાખી હાલની કોરોના મહામારીની સ્થિતિમાં મંદિરના ટ્રસ્ટી મંડળે વિચાર વિમર્શ કરીને શ્રદ્ધાળુઓના હિતમાં 9 જુલાઇના રોજ અમાસના દિવસે મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

અમાસ ભરવા આવતા ભાવિકો ઓનલાઇન દર્શનનો લાભ લઇ શકશે
અમાસ ભરવા આવતા ભાવિકો ઓનલાઇન દર્શનનો લાભ લઇ શકશે

અમાસ ભરતા ભાવિકો ઓનલાઇન દર્શનનો લાભ લઇ શકશે
મંદિરના વ્યવસ્થાપક રજનીભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, 9 જુલાઇએ મંદિર બંધ રહેશે અને 10 જુલાઇથી સવારના 6:30 કલાકથી સાંજના 7:30 કલાક દરમિયાન ભાવિક ભક્તો ગાઇડલાઇન સાથે રાબેતા મુજબ પુનઃ કુબેર દાદાના દર્શન કરી શકશે તેમજ અમાસ ભરતા ભાવિકો ઓનલાઇન દર્શનનો લાભ લઇ શકશે.
(અહેવાલઃ કિંજલ ભટ્ટ, ચાંદોદ)

અન્ય સમાચારો પણ છે...