તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વડોદરા:કુબેર ભંડારી મંદિર અમાસ ભરવા આવતા ભક્તો માટે સવારે 8થી સાંજે 6 સુધી ખુલ્લું, બાળકો-વૃદ્ધોને પ્રવેશ નહીં

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમાસના દિવસે કુબેર ભંડારી મંદિરમાં 2 લાખથી વધુ ભક્તો ઉમટી પડે છે
  • કુબેર ભંડારી ટ્રસ્ટના વ્યવસ્થાપકની ભક્તોને સરકારની ગાઇડલાઇનનો અમલ કરવાની અપીલ
  • દર્શન માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, સ્ક્રિનિંગ માટે થર્મલ ગન અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરાઈ

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત નર્મદા નદીના કિનારે આવેલુ વિશ્વનું એકમાત્ર કુબેર ભંડારી મંદિર લોકડાઉન પછી 22 જૂનના રોજ ખુલ્યુ હતું. આગામી 20 જુલાઇએ અમાસ હોવાથી કુબેર ભંડારી મંદિરને સવારે 8 વાગ્યાથી લઇને સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રાખવાનો નિર્ણય કરાયો છે. આમ મંદિરના દર્શનના સમયમાં 2 કલાકનો વધારો કરવામાં આવ્યો છે. દર્શનાર્થીઓ માટે કુબેર ભંડારી ટ્રસ્ટ તરફથી સોશિયલ ડિસ્ટન્સિંગ, સ્ક્રિનિંગ માટે થર્મલ ગન અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત નિયમ પ્રમાણે 10 વર્ષની ઓછી અને 65 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. 

અમાસના દિવસે મંદિરમાં ચડાવો નહીં ચડાવવા માટે અપીલ
કુબેર ભંડારી ટ્રસ્ટના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન પ્રમાણે જ ભક્તોએ દર્શન કરવાની અમારી અપીલ છે. સામાન્ય દિવસોમાં મંદિરના દ્વાર ભક્તો માટે સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી અને બપોરે 1થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લા રહે છે, પરંતુ, અમાસના દિવસે સવારે 8થી લઇને સાંજે 6 વાગ્યા સુધી મંદિરના દ્વાર ખુલ્લા રહેશે. સાથે સાથે નિજ મંદિરમાં બેસીને પૂજા અર્ચના કરવાની તેમજ મંદિરમાં અન્ય ધાર્મિક વિધિ પણ બંધ રાખવામાં આવી છે. અમાસના દિવસે કોઇ પણ પ્રકારનો ચડાવો ચડાવવો નહીં. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો