તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બોગસ RTPCR કેસમાં કૃણાલ પટેલ જેલ હવાલે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 68 મુસાફરોના બોગસ RTPCR બનાવ્યા હતા
  • પોલીસે ડમી ગ્રાહક મોકલી કૌભાંડ પકડ્યું હતું

રાજ્ય બહાર જતા મુસાફરોને રૂા.1 હજારમાં બોગસ આરટીપીસીઆરનો નેગેટીવ રિપોર્ટ બનાવી આપનાર એરોકેબ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક કૃણાલ હરેશભાઈ પટેલના રિમાન્ડ પુરા થતા મકરપુરા પોલીસે તેને જેલમાં ધકેલ્યો છે. મકરપુરા પોલીસની પૂછપરછમાં તેને પોતાની ટ્રાવેલ્સ એજન્સીના માધ્યમથી બીજા રાજ્યોમાં મુસાફરી કરનાર 68 મુસાફરોના બોગસ આરટીપીસીઆર નેગેટીવ રિપોર્ટ બનાવ્યાં હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.

પોલીસ હવે તમામ 68 લોકોની પૂછપરછ કરશે. ઉલ્લેખનિય છે કે,આરોપીના 23 જૂન સુધીના રિમાન્ડ મંજુર થયા હતાં. પોલીસે આરોપી પાસે ડમી ગ્રાહક મોકલીને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. શહેરની જાણીતી પેથોકેર પેથોલોજી લેબના ઓરીજીનલ રિપોર્ટમાં સુધારા-વધારા કરી આરોપી પોતાની ટ્રાવેલ્સ એજન્સી મારફતે બીજા રાજ્યોમાં જતા મુસાફરોને રૂા.1 હજારમાં નેગેટીવ આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ બનાવી આપતો હતો.

અન્ય સમાચારો પણ છે...