તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્સવની આતુરતા:શહેરના મંદિરોમાં 200 ભક્તોની હાજરીમાં કૃષ્ણજન્મોત્સવ ઉજવાશે

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણના ચોથા સોમવારે જન્માષ્ટમી : કૃષ્ણ ભક્તોમાં ઉત્સાહ
  • ભક્તો ઘરે રહીને દર્શન કરી શકે તે માટે જન્મોત્સવનું લાઈવ સ્ટ્રીમીંગ પણ કરાશે

શ્રાવણ મહિનાના ચોથા સોમવારના રોજ જ જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે.જેથી હરી-હરના ભક્તોમાં સોમવાર અને જન્માષ્ટમીના તહેવારને ઉજવવા વિશેષ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. રાજ્ય સરકારે પણ જન્માષ્ટમીનો તહેવાર લોકો ઉજવી શકે તે માટે રાતે 1 વાગ્યાથી રાત્રી કર્ફ્યુંનો અમલ લાગુ કર્યો છે.

શહેરના ઈસ્કોન સહિતના વિવિધ કૃષ્ણ મંદિરોમાં પણ જન્માષ્ટમી પર્વના પગલે વિશેષ તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ભક્તોને સોશીયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરાવવા માટે ગોળ કુંડાળા દોરાઇ રહ્યાં છે.જ્યારે ભક્તો ઘરે રહીને દર્શનનો લ્હાવો ઉઠાવી શકે તે માટે કૃષ્ણ જન્મોત્સવનું લાઈવ સ્ટ્રીમીંગ પણ કરાશે. જ્યોતીશ શાસ્ત્રી નયન જોશીએ જણાવ્યું હતું કે, શ્રાવણ કૃષ્ણ પક્ષ આઠમ એટલે કે જન્માષ્ટમી. આ વર્ષે 30 ઓગષ્ટને સોમવારે રોહિણી નક્ષત્રમાં પ્રાપ્ત થઈ રહી છે.

જન્માષ્ટમી ની મધ્યરાત્રીએ ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાગટ્ય થયો હોવાથી 30 ઓગષ્ટની રાતે 12 વાગે કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરાશે. જેમાં મંદિરોમાં અને ઘરે ઘરે શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપને પારણામાં ઝુલાવાશે.મધ્યરાત્રીએ 12 વાગે આરતી કરીને પંજરીનો પ્રસાદ ભક્તો આરોગશે. વડોદરામાં ઘરે ઘરે કૃષ્ણના બાળ સ્વરૂપ લાલજીને પારણામાં ઝુલાવીને જન્મોત્સવ ઉજવાય છે.પરંતું છેલ્લા પાંચેક વર્ષોથી સાર્વજનીક જન્માષ્ટમી પણ ઉજવે છે.

જેમાં સોસાયટી અથવા પોળમાં પંડાલ બાંધીને કૃષ્ણના બાળસ્વરૂપના વિવિધ પ્રસંગોના દ્રશ્યો ઉભા કરીને તેનું ડેકોરેશન કરાય છે. જ્યારે પંડાલમાં એક પારણું મુકીને તેમાં કૃષ્ણના બાળ સ્વરૂપને ઝુલાવીને રાતે 12 વાગે આરતી કરી સૌ ભક્તો પંજરીનો પ્રસાદ પણ લે છે. ચાલુ વર્ષે કોરોના ગાઈડલાઈનને અનુસરીને જન્માષ્ટમીની લોકો ઉજવણી કરશે.

ચાલુ વર્ષે મટકીફોડના કાર્યક્રમો પર પાબંધી
રાજ્ય સરકાર દ્વારા મંગળવારે મોડી રાત્રે જન્માષ્ટમી તહેવારને લગતાં બહાર પડેલા જાહેરનામામાં પ્રમાણે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ભક્તો રાત્રે 12:00 દરમિયાન મંદિરમાં જન્મોત્સવની ઉજવણી કરી શકશે પરંતુ જન્માષ્ટમીના બીજા દિવસે મટકીફોડના કાર્યક્રમો નું આયોજન નહીં થઈ શકે. ઉલ્લેખનીય છે કે શહેરમાં વિવિધ 500 સ્થળે જન્માષ્ટમીના બીજા દિવસે મટકીફોડના કાર્યક્રમો નું આયોજન થતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...