તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરામર્શ બેઠક:કોવિડ નું સંક્રમણ રોકવાના ઉપાયોની ચર્ચા કરવા આજે ખાસ ફરજ પરના અધિકારીઓ સાથે પરામર્શ બેઠક યોજી હતી.

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાસ ફરજ પરના અધિકારીઓ સાથે યોજાઈ હતી પરામર્શ બેઠક. - Divya Bhaskar
ખાસ ફરજ પરના અધિકારીઓ સાથે યોજાઈ હતી પરામર્શ બેઠક.

વડોદરા ખાતે આજે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે કોવિડ નું સંક્રમણ રોકવાના ઉપાયોની ચર્ચા કરવા આજે જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ,મ્યુનિસિપલ કમિશ્નર પી.સ્વરૂપ ,પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ તેમજ મહાનગર પાલિકા,જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્રના ફિલ્ડ લેવલ ના અધિકારીઓ સાથે પરામર્શ બેઠક યોજી હતી.

જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ,મ્યુનિસિપલ કમિશ્નર પી.સ્વરૂપ ,પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ તેમજ મહાનગર પાલિકા,જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્રના ફિલ્ડ લેવલ ના અધિકારીઓ સાથે પરામર્શ બેઠક યોજી હતી.
જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ,મ્યુનિસિપલ કમિશ્નર પી.સ્વરૂપ ,પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ તેમજ મહાનગર પાલિકા,જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્રના ફિલ્ડ લેવલ ના અધિકારીઓ સાથે પરામર્શ બેઠક યોજી હતી.

આ બેઠકમાં કોવિડ નું સંક્રમણ રોકવા,ધીમું કરવા અને તેનો ફેલાવો નિયંત્રિત કરવાના ઉપાયો નો આ ક્ષેત્રીય અધિકારીઓના કોવિડ ની કામગીરી ના અનુભવો ને આધારે પરામર્શ કરવામાં આવ્યો હતો. બેઠકમાં એન્ફોર્સમેન્ટ અને અવેરનેસ ના બેલેન્સ દ્વારા કોવિડ સંક્રમણ ને નિયંત્રિત કરવાની વ્યૂહ રચનાનો પરામર્શ કરવામાં આવ્યો હતો.તેની સાથે માસ્ક પહેરવા અને સામાજિક દૂરી - સોશીયલ ડિસ્ટન્સ પાળવા સહિતના નિયમો નો વધુ સઘન અમલ લોકોને વિશ્વાસમાં લઈને કરવાનો વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

કોવિડ નું સંક્રમણ રોકવાનાં ઉપાયો અંગે ચર્ચા થઈ હતી.
કોવિડ નું સંક્રમણ રોકવાનાં ઉપાયો અંગે ચર્ચા થઈ હતી.

તેમણે જણાવ્યું કે કોવિડ ની સારવાર ની બાબતમાં હોસ્પિટલ વ્યવસ્થાપન અને કોવિડ મેનેજમેન્ટની દૃષ્ટિએ વડોદરામાં સુંદર આયોજન થઈ રહ્યું છે.હાલમાં કોવિડ ના અંદાજે 2200 દર્દીઓ સરકારી અને ખાનગી દવાખાનાઓમાં સારવાર લઈ રહ્યાં છે.હાલમાં આ દવાખાનાઓમાં 5500 પથારીની ક્ષમતા છે જે વધારીને 7 હજાર કરવાનું આયોજન થઈ ગયું છે.હાલમાં ઉપલબ્ધ પથારીઓ ના 40 ટકા જેટલી ઓક્યુપંસી છે.506 જેટલા વેન્ટિલેટર છે જેની સંખ્યા વધારીને 600 થી ઉપર લઇ જવાશે.હાલમાં 506 સામે 240 દર્દીઓ વેન્ટિલેટર સારવાર હેઠળ છે.કોવિડ નો વ્યાપ અટકાવવા ફિલ્ડ લેવલે કામ કરતા વિવિધ તંત્રોના અધિકારીઓ સાથે પરામર્શ કરવો જરૂરી છે.જેને અનુલક્ષીને આ બેઠક યોજવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...