તપાસ:NDPSના ગુનામાં જેલમાં રહેલી વિદેશી મહિલા પર ચાકુથી હુમલો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જેલમાં પૂરતું જમવાનું આપવામાં આવતું ન હોવાનો આક્ષેપ

સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલી એનડીપીએસની આરોપી પર અન્ય મહિલા કેદીએ ચપ્પુથી હુમલો કરતાં દોડધામ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાએ સયાજી આક્ષેપ કર્યો હતો કે, તેને જેલમાં યોગ્ય જમવાનું આપવામાં આવતું નથી. નાઈઝિરિયાની કથિત વતની અને ભારતમાં દિલ્હી ખાતે રહેતી 25 વર્ષીય એલેહી રૂથ એહીમેનને જેલમાં એનડીપીએસના ગુનામાં રાખવામાં આવી છે.

જ્યાં જેલની અન્ય કેદી દ્વારા તેને રોજ ખાવામાં માત્ર 2 જ ઈંડાં આપવામાં આવતાં હોવાનું અને 3-4 દિવસ ભૂખી રહેતી હોવાનું અને સમય મળે ત્યારે રસોડામાં જઈને જમવાનું બનાવી પેટ ભરીને જમતી હોવાની કેફિયત સયાજી હોસ્પિટલમાં વર્ણવી હતી. રવિવારે બપોરે તે જેલના રસોડામાં જમવાનું બનાવવા ગઈ હતી ત્યારે અન્ય મહિલા કેદી સીમાએ અચાનક જ તેના પર ચાકુથી હોઠ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. હુમલાની ઘટનાને પગલે જેલ સત્તાધીશો પણ દોડતા થયા હતા. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સયાજીમાં ખસેડવામાં આવી હતી. રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...