હુમલો:સમા-સાવલી રોડ પર રાત્રે 3 યુવક પર છરી વડે હુમલો

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હુમલાખોર બંને શખ્સ બાઇક પર આવ્યા હતા

સમા સાવલી રોડ પર ગુરૂવારે મોડી રાતે બાઈક પર આવેલા બે યુવકોએ હોટલમાં કામ કરતા 3 યુવકો પર છરી વડે હુમલો કરી કર્યો હતો. નિખિલ રાવળ સમા-સાવલી રોડ પર આવેલી હોટલમાં કેશીયર તરીકે નોકરી કરે છે.

ગઇકાલે હોટલ બંધ ત્રણ સાથીદાર સાથે ટુવ્હિલર પર અવસર પાર્ટી પ્લોટ પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે રોંગ સાઈડમાં બાઈક પર બે શખ્સે ગાળાગાળી કરી એક યુવકે છરી વડે હુમલો કરતા ફરીયાદી યુવક અને તેના સાથીદારોને ઈજા પહોચી હતી. આ ઘટના અંગે યુવકે બાઈક સવાર કૃષ્ણકાંત બારીયા (રહે-સમા) સહિત બે વિરૂધ્ધ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...