રોગચાળાની દહેશત:કારેલીબાગના જલારામનગર પાસે ઘૂંટણ સમાં પાણી ભરાયાં

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેટરોને રજૂઆત કરી છતાં કોઇ નિવેડો ન આવ્યો
  • ​​​​​​​પાણીનો નિકાલ ન થતાં રહીશોમાં રોગચાળાની દહેશત

શહેરમાં પડેલા નજીવા વરસાદમાં કારેલીબાગ જલારામનગર વિસ્તારમાં રહીશોના ઘર પાસે પાણીનો ભરાવો થતાં લોકોને ભારે પરેશાની થઈ રહી છે. પાણીના નિકાલના અભાવે સ્થાનિક લોકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત ઊભી થઇ છે.

શહેરમાં તાજેતરમાં પડેલા નજીવા વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. કારેલીબાગમાં આવેલા જલારામનગર વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હોવાથી લોકોને ભારે પરેશાની થઈ રહી છે. પાલિકા દ્વારા વિસ્તારમાં પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે ઘૂંટણ સમાં પાણી વચ્ચે લોકોને વાહન લઈને જવા ફરજ પડી રહી છે.

છેલ્લા ઘણા દિવસથી પાણીનો ભરાવો થતો હોવાથી હવે લોકોને રોગચાળો ફેલાવવાની દહેશત ઊભી થઇ છે. લોકોએ વોર્ડ નંબર 3માં કોર્પોરેટરોને અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ જવાબદાર વ્યક્તિ વિસ્તારની મુલાકાત લેવા આવ્યા નથી. વહેલી તકે પાણીનો નિકાલ કરી આરોગ્યની ટીમ દ્વારા સરવે કરાય તેવી માગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...