વડોદરાના પોલો ગ્રાઉન્ડ ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સ એસોશિયેશન દ્વારા પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતથી આવેલા કાઇટ ફ્લાયર અજય વખારિયાની સોલાર એનર્જીથી સંચાલિત બે પતંગ આકર્ષણનું કેન્દ્ર બની હતી. મિકેનિકલ એન્જીયર થયેલા અજયભાઇએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે કોઇપણ પતંગ પર ચિત્ર દોરેલું જોયું હશે. પરંતુ મેં પતંગ પર મુવમેન્ટ કરી શકે તેવું આર્ટ બનાવ્યું છે. જે સોલારથી સંચાલિત છે. પતંગ પર નાનકડી સોલાર પેનલ લગાવવામાં આવી છે જેનાથી બેટરી ચાર્જ થાય છે અને પતંગ પર લગાવેલ મોર એકબીજા સામે મુવમેન્ટ કરે છે. એટલે કે પતંગ પર નાચતા મોર દેખાય છે. એવી જ રીતે બીજી એક 'સાયકલ' પતંગ છે. આ પણ સોલાર સંચાલિત છે અને તેમાં સાયકલ ચલાવતા બાળકનું આર્ટ વર્ક તૈયાર કર્યું છે. આ બંને મિકેનિકલ કાઈટ કઈ રીતે સોલાર એનર્જીથી ચાલે છે એ ઉપરના ફોટો પર ક્લિક કરીને માણો DB REELS.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.