શિક્ષણ:JEE મેઇન્સમાં ફિટજીના કીર્તન પટેલે દેશમાં 152મો રેન્ક મેળવ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કીર્તન પટેલ, ઓલ ઇન્ડિયા રેન્ક 152 - Divya Bhaskar
કીર્તન પટેલ, ઓલ ઇન્ડિયા રેન્ક 152
  • એનટીએ સ્કોર 99.99 મેળવી વડોદરામાં બીજા ક્રમે રહ્યો
  • તજ્જ્ઞ ફેકલ્ટીના માર્ગદર્શનથી પરીક્ષા મને સરળ લાગી : કીર્તન

એન્જિનિયરિંગની એન્ટ્રન્સ JEE મેઇન્સમાં ફિટજીના વિદ્યાર્થી કીર્તન પટેલે વડોદરામાં બીજો અને ભારતભરમાં 152મો રેન્ક મેળવ્યો છે. આ ઉપરાંત તેણે એનટીએ સ્કોર 99.99 મેળવ્યો છે. કીર્તન ફિટજી વડોદરા સેન્ટરનો વિદ્યાર્થી છેલ્લા 2 વર્ષથી હતો. ફિટજી વડોદરા સેન્ટરના 23 કરતા વધુ વિદ્યાર્થીઓએ ભારતભરમાં રેન્ક 9000થી નીચે મેળવી છે. જ્યારે જનરલ કેટેગરીમાંથી જ 94 વિદ્યાર્થીઓ JEE એડવાન્સ્ડ માટે ક્વોલિફાય થયા છે, એમ ફિટજીના મેનેજિંગ પાર્ટનર એમ.એલ. જૈને જણાવ્યું હતું.

ફિટજીના અન્ય જે સફળ વિદ્યાર્થીઓ છે તેમાં અક્ષય સંઘવી (એઆઇઆર 156), મહર્ષિ કાદેવલ (એઆઇઆર 547), આયુષ દાસગુપ્ત( એઆઇઆર 880) આર્યન દારદ (એઆઇઆર 961) અને બીજા અનેક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે જેઇઇ મેઇન્સ માટે 10.48 લાખ વિદ્યાર્થીઓએ 4 સેશન્સમાં એપ્લાય કર્યું હતું અને 9,39,008 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.કીર્તને જણાવ્યું કે, મેં આ લક્ષ્ય મેળવવા માટે ખૂબ જ મહેનત કરી હતી અને હું સારો સ્કોર મેળવીશ તેવો આત્મવિશ્વાસ હતો. ફિટજી દ્વારા જે સઘન કોચિંગ આપવામાં આવે છે તેના લીધે દરેક વિદ્યાર્થી તેનો શ્રેષ્ઠ દેખાવ કરે છે અને મારા પરિણામનો પણ તમામ શ્રેય ફિટજીને જ જાય છે.

તજ્જ્ઞ ફેકલ્ટી આપણા તમામ કન્સેપ્ટ પર મહેનતપૂર્વક કામ કરે છે અને અમે જેનો અભ્યાસ કરીએ છીએ તેને સંપૂર્ણ રીતે જાણીએ છીએ અને તમામ કન્સેપ્ટને સમજી શકીએ છીએ. જોકે હું હજી ઉજવણી કરવામાં માગતો નથી અને JEE એડવાન્સ પહેલાં હું ફરીથી આગામી પરીક્ષા માટે મારા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું.’ જ્યારે એમ.એલ.જૈન અને પ્રિયાંક વારિયાર જણાવે છે કે, પ્રથમ રાઉન્ડના પરિણામો બાદ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ તથા સાવચેતીની લાગણી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...