કાર્યવાહી:કિઓસ્કબોર્ડનો ઇજારો સરન્ડર,બાકી નાણાં 31 માર્ચ સુધી ભરવા માટે ઠરાવ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિપોલનો ચાલુ ઇજારો રદ કરી નવો ઇજારો આપવાની ભલામણ ફગાવાઇ
  • ​​​​​​​હાઈકોર્ટના ચુકાદા મુજબ કાર્યવાહી કરવાની સત્તા કમિશનરને અપાઇ

સુજલ એડવર્ટાઇઝ દ્વારા કિયોસ્ક બોર્ડનો ઇજારો સરન્ડર કરતા તેને સ્થાયી સમિતિએ આખરે મંજૂરી આપવાની સાથોસાથ તેના બાકી નાણાં 31 માર્ચ 2022 સુધીમાં સમાન માસિક રકમમાં ભરપાઇ કરે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો.જોકે,યુનિપોલનો સુજલ એડ.નો ચાલુ ઇજારો રદ કરી નવો ઇજારો કરવાની મ્યુ.કમિશનરની ભલામણને સ્થાયીિએ ફગાવી હતી.

શહેરમાં કિયોસ્ક બોર્ડ અને યુનિપોલનો કોન્ટ્રાક્ટ ધરાવતા સુજલ એડ.ના રૂ.12.57 કરોડના ચેક રિટર્ન થતા પાલિકાને તેના બંને કોન્ટ્રાકટ રદ કરવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયી સમિતિ માં રજૂ કરવામાં આવી હતી.લાયસન્સ ફી પેટે આપેલા ચેકો રિટર્ન થયા હતાં પાલિકાએ રૂ.8.40 રોડ બાકી રકમ જમા કરાવવા સૂચના આપતા કોન્ટ્રાક્ટરે ગુજરાત હાઇકોર્ટમાં દાદ માંગી હતી. જોકે, ડિપોઝિટની રૂ. 50.90 લાખ રકમ જપ્ત કરી નવો કોન્ટ્રાક્ટ ના થાય ત્યાં સુધી લાયસન્સ ફી વસૂલશે. આ ઉપરાંત યુનિપોલ જાહેરાતના પણ ચેક રિટર્ન થયા હતા.

આ અંગે પણ પાલિકા દ્વારા પાંચ વર્ષ માટે ઇજારો આપ્યો હતો. જેના રૂ. 4.17 કરોડના ચેક રિટર્ન થયા બાદ નોટીસ આપવા છતાં નાણાં જમા કરાવ્યા નથી. જેથી ઇજારો રદ કરી ગેરંટીની રૂ.34.54 લાખની રકમ જપ્ત કરાશે. અત્રે નોંધનીય છે કે શહેરમાં કુલ 80 યુનિપોલ છે. આ અંગે સુજલ એડ.ના સંચાલક પરેશ શાહે જણાવ્યું હતું કે, પાલિકાનેકિઓસ્ક બોર્ડને નડતરરૂપ વૃક્ષો ની ડાળીઓ કાપવા જણાવ્યું હતું છતાં કોઈ કામગીરી ન કરાતા દર મહિને અંદાજે રૂ. 35 લાખનું આર્થિક નુકસાન થતું હતું.

અન્ય સમાચારો પણ છે...