IPLમાં રમશે:BCAવતી રમતા વડોદરાના અંશ પટેલને કિંગ્સ ઇલેવન પંજાબે 20 લાખમાં ખરીદ્યો

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
અંશ પટેલ -ફાઈલ તસવીર - Divya Bhaskar
અંશ પટેલ -ફાઈલ તસવીર
  • અંશને પહેલેથી ક્રિકેટમાં રસ હતો એટલે પરિવાર કેનેડાથી વડોદરા શિફ્ટ થયો હતો
  • આઇપીએલમાં સિલેક્શન થયું હોવાના સમાચાર મળતાં સીધો મંદિરે પહોંચ્યો

આઈપીએલ -2022 ઓકશનમાં વડોદરાના ચાઇનામેન બોલર અંશ પટેલને પંજાબ કિંગ્સ ઇલેવને રૂા. 20 લાખમાં ખરીદતાં તેના પરિવારમાં આનંદની લાગણી ફરી વળી હતી.વડોદરામાં જન્મેલ અંશ પટેલ માતા-પિતા સાથે કેનેડામાં રહેતો હતો પણ ક્રિકેટ પ્રત્યે વધુ રસ જાગતાં તેના ક્રિકેટ પ્રેમને લીધે પરિવાર કેનેડાથી વડોદરા શિફટ થયો હતો. પરિવાર અને જાણીતા ક્રિકેટરોના કહેવાથી વડોદરા આવ્યો અને કિસ્મત બદલાઈ ગયું એમ બીસીએ વતી રમતાં અંશ પટેલે જણાવ્યું હતું.

અંશ પટેલના પિતા પ્રદિપ પટેલે જણાવ્યું હતું કે અંશની ક્રિકેટ કેરીયર માટે અમે કેનેડાથી વડોદરા શિફટ થયા હતા. વડોદરામાં વાયએસસીમાં કોચિંગ લેવાનું શરૂ કર્યું હતું. પૂર્વ લેગ સ્પીનર નરેન્દ્ર હીરવાણીએ તેની બોલિંગ જોઈ પૂર્વ ક્રિકેટર કિરણ મોરેને હીરવાણીએ કહ્યું હતું કે ‘અંશ પર ધ્યાન આપવાની જરૂર છે તે આગળ જશેે. છેલ્લા 3-4 વર્ષથી કિરણ મોરેના નેજા હેઠળ તે પ્રેકટીસ કરે છે. અંશુમાન ગાયકવાડએ અંશની બોલિંગથી પ્રભાવિત થયા હતા. પ્રદિપ પટેલે ઉમેર્યું હતું કે ‘ ખુશીના સમાચાર જાણી અંશ પટેલ સીધો સાંઈ બાબાના મંદિરે દર્શન કરવા માટે ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...