તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તોફાની એન્ટ્રી:વડોદરામાં ગાજવીજ સાથે પડેલા વરસાદમાં વીજળી પડતાં એક ગાયનું મોત, નાળીયેરીનું ઝાડ ભડભડ સળગી ગયું

વડોદરા10 દિવસ પહેલા
દીવાળીપુરા વિસ્તારમાં એક નાળીયેરીના ઝાડ ઉપર વીજળી પડતા નાળીયેરીનું ઝાડ ભડભડ સળગી ગયું.
  • શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો જમીનદોસ્ત થવાની અને વીજ પુરવઠો ખોરવાઇ ગયો

વડોદરા શહેરમાં મોડી રાત્રે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. પ્રચંડ ગાજવીજ સાથે વરસેલા વરસાદ દરમિયાન ગોત્રી વિસ્તારમાં ગાય ઉપર વીજળી પડતા મોત નીપજ્યું હતું. જ્યારે દીવાળીપુરા વિસ્તારમાં એક નાળીયેરીના ઝાડ ઉપર વીજળી પડતા નાળીયેરીનું ઝાડ ભડભડ સળગી ગયું હતું. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો જમીનદોસ્ત થવાની અને વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.

મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો
અસહ્ય ગરમી બાદ મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. પ્રચંડ ગાજવીજ સાથે વરસેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. મોડી રાત્રે વીજળી પડવાના કારણે ગાય અને એક નાળીયેરીનું ઝાડ સળગી ઉઠવાના વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયા હતા. જેમાં ગાય લોખંડના સળીયાના સંપર્કમાં આવતા ગાયમાંથી ધુમાડા નીકળતા અરેરાટી વ્યાપી ગઇ હતી. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

મુંગા પશુએ જીવ ગુમાવવાનો વારો આવ્યો
ટીમ રીવોલ્યુશનના સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, ગોત્રી વુડા ચાર રસ્તા પાસે વિજળી પડવાથી ગાયનું મૃત્યું થયું હોવાની ઘટના સામે આવી હતી. વાત ધ્યાને આવતા તાત્કાલિક ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરી આગળવી કાર્યવાહી શરૂ કરાવી હતી. ઘટનાના વીડિયો પરથી અંદાજો લગાડી શકાય છે. મૃત્યુ પામેલી ગાય લોખંડના રોડના સંપર્કમાં હતી અને વહેલી સવારે પણ તેમાંથી કરંટ ઉતરતો હોવાને કારણે તણખા અને ધુમાડા જોવા મળ્યા હતા. આમ, અણધાર્યા વરસાદને પગલે મુંગા પશુએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

મૃત્યુ પામેલી ગાય લોખંડના રોડના સંપર્કમાં હતી.
મૃત્યુ પામેલી ગાય લોખંડના રોડના સંપર્કમાં હતી.

અનેક જગ્યાએ ઝાડ પડવાવી ઘટના
શહેરમાં અનેક જગ્યાએ ઝાડ પડવા સહિતની ઘટનાઓ સામે આવી હતી. રાત ભર ફાયર બ્રિગેડની ટીમો દ્વારા રેસ્ક્યૂની કામગીરી ચાલુ રહી હતી. અચાનક વરસેલા વરસાદને પગલે લોક આશ્ચર્યમાં મુકાયા હતા.

વીજળી પડતાં નારીયેળીનું ઝાડ સળગી ઉઠચા સ્થાનિકોએ વીડિયો બનાવ્યો.
વીજળી પડતાં નારીયેળીનું ઝાડ સળગી ઉઠચા સ્થાનિકોએ વીડિયો બનાવ્યો.

ભારે વરસાદથી જનજીવન અસર પડી
અત્રે ઉલ્લેખીય છે કે, તાજેતરમાં રાજ્યના દરીયા કિનારાના વિસ્તારોમાં તોકતે વાવાઝોડું ત્રાટક્યું હતું. જેને પગલે અનેક ગામડાઓમાં તારાજી સર્જાઇ હતી. તોકતે વાવાઝોડા ગયા બાદ પ્રથમ વખત શહેરમાં સુસવાટા મારતા પવનો સાથે વરસાદ વરસ્યો હતો. જેને પગલે જનજીવન અસર પડી હતી.