માનવતા મહેંકી:વડોદરામાં બે દીકરીના બ્રેઇન ડેડ પિતાની કિડની, લિવર અને કોર્નિયાનું અંગદાન કરાયું

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
દીકરીએ પિતાના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો અને ઇન્સેટમાં મૃતકની ફાઇલ તસવીર - Divya Bhaskar
દીકરીએ પિતાના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો અને ઇન્સેટમાં મૃતકની ફાઇલ તસવીર

વડોદરા શહેરની એક ખાનગી હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરાયેલ દર્દીના અંગોનું દાન આજે સાંજે તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. અંગોને ગ્રીન કોરિડોર કરી અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા.

વડોદરાની ખાનગી કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં નોકરી કરતા 51 વર્ષના પ્રજ્ઞેશભાઇ ભટ્ટનું 1લી જૂનના રોજ મગજમાં ગાંઠને દૂર કરવા માટે તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન પછી, તે સ્થિર સ્થિતિમાં હતા અને તેથી તેને સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.

એક અઠવાડિયા પછી તેમનું GCS સ્તર વધુ ખરાબ થવાને કારણે તેમની હાલતમાં ઘટાડો થયો અને તેથી તેમને ડિકમ્પ્રેસિવ ક્રેનિયોટોમી અને અવશેષ ગાંઠ દૂર કરવા માટે ફરીથી ઓપરેશન કરવું પડ્યું. સર્જરી પછી પણ તેમની સ્થિતિ ક્રમશઃ બગડતી ગઈ અને 9મી જૂન 2022ના રોજ તેમને વડોદરાની આદિક્યુરા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર્સની ટીમ દ્વારા બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

પત્ની અને બે દીકરીઓએ પિતાના અંગદાનનો નિર્ણય કર્યો
હોસ્પિટલના એડમિટિંગ કન્સલ્ટન્ટ ડૉ. સંદિપ માવાણી (ન્યુરોસર્જન) અને સારવાર કન્સલ્ટન્ટ ડૉ. રવિરાજસિંહ ગોહિલ (ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ)એ જણાવ્યું હતું કે, પ્રજ્ઞેશભાઇને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ તેમની પત્ની નિતાબેન ભટ્ટ અને બે દીકરીઓ ચાર્મી અને મૈત્રીએ પિતાના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. જેથી તેમના પિતાના અંગોથી બીજાને નવજીવન મળે. જેથી શનિવાર સાંજે પ્રજ્ઞેશભાઇની બે કિડની, લિવર અને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું હતું. આ અંગદાન માટે અમદાવાદની ઝાયડસ અને સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની ટીમ આવી હતી અને ગ્રીન કોરિડોર કરી અંગોને અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...